Demolition: અમદાવાદમાં ચાલ્યુ 'દાદાનું બૂલડૉઝર', જુહાપુરામાં ગેરકાયદે શોપિંગ સેન્ટર તોડી પડાયું
Mega Demolition: આજે અમદાવાદમાં સરખેજના કેટલાક વિસ્તારમાં એમએમસી દ્વારા બૂલડૉઝર કાર્યવાહી કરવામાં આવી છે
Mega Demolition: રાજ્યમાં ફરી એકવાર 'દાદાનું બૂલડૉઝર' ચાલ્યું છે. રાજ્યમાં ભાવનગર, દ્વારકા, પોરબંદર બાદ હવે અમદાવાદમાં પણ બૂલડૉઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે અમદાવાદના સરખેજ, જુહાપુરામાં એએમસી દ્વારા કુખ્યાત નઝીર વોરા નામના શખ્સના દબાણો હટાવવામાં આવ્યા છે. દબાણ દુર કરતી વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
રાજ્યમાં દિવાળીના તહેવારો ટાણે જ દાદાનુ બૂલડૉઝર એક્ટિવ થઇ ગયુ છે. આજે અમદાવાદમાં સરખેજના કેટલાક વિસ્તારમાં એમએમસી દ્વારા બૂલડૉઝર કાર્યવાહી કરવામાં આવી છે. સરખેજ નજીક આવેલા સોનલ સિનેમા રૉડ ઉપરના નેહા ફ્લેટની રહેણાંક સ્કીમનું આજે વહેલી સવારે દબાણ હટાવવામાં આવ્યુ છે. ખાસ વાત છે કે, અહીં વર્ષ 2020માં ગેરકાયદે બાંધકામોને તોડી પડાયા હતા, પરંતુ બાદમાં ફરીથી 2024માં બાંધકામ કરી દેવામાં આવ્યા હતા.
દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન એમએમસીની ટીમ સાથે વેજલપુર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 3 હીટાચી મશીન, 7 ગેસ કટર, 45 મજૂર દ્વારા અહીં 27 ગેરકાયદે યૂનિટના બાંધકામો દૂર કરાયા હતા. તોડી પાડવામાં આવેલા બાંધકામ જુહાપુરા વિસ્તારના કુખ્યાત નઝીર વોરા દ્વારા ઉભું કરવામાં આવ્યુ હતુ.
ભાવનગરમાંથી પણ ડ્રગ્સ ઝડપાયું હતું
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. થોડા સમય પહેલા ભાવનગરમાંથી પણ ડ્રગ્સ ઝડપાયું હતું. ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં હનિફ બેલીમ નામના ઇસમનાં ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા એ સમયે ડ્રગ્સ સાથે હનીફ બેલીમ રંગે હાથ પકડાયો છે. પોલીસની તપાસમાં હનીફના ડ્રગ્સ કનેક્શનના તાર અમદાવાદ સુધી હોવાનું ખુંલ્યું છે. અઢી લાખના એમ.ડી ડ્રગ્સ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ડ્રગ્સ સાથે પકડાયેલા હનીફ મજૂરી કામ કરે છે અને શહેરના ભરતનગર બે માળિયા વિસ્તારમાં રહે છે. એસઓજી પોલીસના દરોડા દરમ્યાન 25.840 ગ્રામના મેફેડ્રોન એમ.ડી ડ્રગ્સ સાથે હનીફને રંગે હાથ પકડ્યો હતો. પોલીસે કુલ અઢી લાખ રૂપિયાના મુદ્દા માલ સાથે હનીફના ઘરમાંથી ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જોકે એમડી ડ્રગ્સનો સોદો કોના દ્વારા અને કોના મારફતે ભાવનગર સુધી કેવી રીતના પહોંચાડવામાં આવ્યું હતું તે પોલીસની તપાસમાં બહાર આવશે હાલ એસઓજીની ટીમ દ્વારા આ ઈસમની ધરપકડ કરીને રિમાન્ડ માંગવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ
રસ્તામાં જે આવશે...', લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ પપ્પુ યાદવને ફોન કર્યો, શું વાત થઈ?