શોધખોળ કરો
અમદાવાદ: ફ્લેટમાં આગ લાગતાં લોકો 5માં માળેથી બાલ્કનીમાંથી કેવી રીતે નીચે ઉતર્યા? આ દ્રશ્યો જોઈને તમારા પણ ધબકારા વધી જશે
આગ લાગતાં જ લોકોએ બૂમાબૂમ કરી મુકી હતી. ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને હાલ રેસ્ક્યુ ચાલી રહ્યું છે. એક યુવક ગંભીર દાઝતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ તસવીરો જોઈને તમારા ધબકારા અદ્ધર થઈ જશે.

અમદાવાદ: આજે અમદાવાદના ગોતા નજીક આવેલા ગણેશ જેનીસીસ ફ્લેટના પાંચમાં માળે શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. જેમાં 25 જેટલા લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગતાં જ ફ્લેટમાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગતાં જ લોકોએ બૂમાબૂમ કરી મુકી હતી. ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને હાલ રેસ્ક્યુ ચાલી રહ્યું છે. એક યુવક ગંભીર દાઝતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ તસવીરો જોઈને તમારા ધબકારા અદ્ધર થઈ જશે.
જગતપુર પાસેના ગણેશ જેનીસીસ ફ્લેટના પાંચમાં માળે આગની જાણ સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને કરી હતી. તરત જ ફાયર બ્રિગેડની 10ની ગાડીઓ અને સ્નોરેકલ ઘટના સ્થળે પહોંચ્યા છે. આગ લાગતાં જ લોકોનો ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં.
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ગણેશ જેનીસીસ ફ્લેટના પાંચમાં માળે આવેલા ફ્લેટ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. આખી બિલ્ડીંગને ખાલી કરી દેવામાં આવી છે.
15 લોકો રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. ફસાયેલા લોકો બિલ્ડીંગની બાલ્કનીમાંથી નીચે ઉતરતાં હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં.
જગતપુર પાસેના ગણેશ જેનીસીસ ફ્લેટના પાંચમાં માળે આગની જાણ સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને કરી હતી. તરત જ ફાયર બ્રિગેડની 10ની ગાડીઓ અને સ્નોરેકલ ઘટના સ્થળે પહોંચ્યા છે. આગ લાગતાં જ લોકોનો ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં.
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ગણેશ જેનીસીસ ફ્લેટના પાંચમાં માળે આવેલા ફ્લેટ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. આખી બિલ્ડીંગને ખાલી કરી દેવામાં આવી છે.
15 લોકો રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. ફસાયેલા લોકો બિલ્ડીંગની બાલ્કનીમાંથી નીચે ઉતરતાં હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં. વધુ વાંચો