શોધખોળ કરો
Gujarat Election 2021 Results : સાણંદની પીપળ તાલુકા પંચાયતની બેઠક પર જીત મેળવનાર અપક્ષ ઉમેદવારનું નિધન
સાણંદ તાલુકા પંચાયત ઉપર ભાજપે 15 બેઠક ઉપર જીત મેળવી છે. અપક્ષના ફાળે 1 બેઠક છે અને કોંગ્રેસના ખાતમાં 8 બેઠકો આવી છે.
અમદાવાદ: સાણંદ તાલુકા પંચાયત ઉપર ભાજપે 15 બેઠક ઉપર જીત મેળવી છે. અપક્ષના ફાળે 1 બેઠક છે અને કોંગ્રેસના ખાતમાં 8 બેઠકો આવી છે. ત્યારે સમાચાર મળ્યા છે કે સાણંદની પીપળ તાલુકા પંચાયત બેઠક પરથી અપક્ષ જીત મેળવનાર ઉમેદવારનું નિધન થયું છે.
અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા પણ જિંદગીનો ખેલ હાર્યા છે. પીપળ બેઠક પરના અપક્ષ ઉમેદવાર લીલા ઠાકોર મતગણતરી પહેલા જ અવસાન પામ્યા છે. અપક્ષ ઉમેદવાર 2100ની લીડથી જીત્યા છે. એક તરફ પરિવાર જીતનો આનંદ મનાવવો કે પરિવારજનના જવાનું દુઃખ તેને લઈને હતપ્રભ છે.
231 તાલુકા પંચાયતોમાંથી 141માં ભાજપ, 12માં કોંગ્રેસ અને 1માં અન્ય આગળ છે. જ્યારે 6 બેઠકો એવી છે જેમાં કોંગ્રેસ કરતા અપક્ષના ઉમેદવારો આગળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement