Mission 2022 : અરવિંદ કેજરીવાલે ગુજરાતના નેતાઓને કયા મુદ્દે આપ્યો ઠપકો? શું આપી કડક સૂચના?
ગુજરાતમાં આપનો ગ્રાઉન્ડ નબળું હોવાનો રિપોર્ટ આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને રણનીતિકાર સંદીપ પાઠકની ટીમે રિપોર્ટ આપ્યો. છેલ્લા 5 દિવસથી સંદીપ પાઠકની ટીમ સર્વે કરી રહી હતી.
અમદાવાદઃ ગુજરાતમાં આપનો ગ્રાઉન્ડ નબળું હોવાનો રિપોર્ટ આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને નબળો રિપોર્ટ મળ્યો છે. રણનીતિકાર સંદીપ પાઠકની ટીમે રિપોર્ટ આપ્યો. છેલ્લા 5 દિવસથી સંદીપ પાઠકની ટીમ સર્વે કરી રહી હતી. ગુજરાત આપના નેતાઓની જાણ બહાર કરાયો સર્વે. રિપોર્ટ નબળો આવતા કેજરીવાલે આપના પદાધિકારીઓને આપ્યો ઠપકો. ગુજરાતમાં ગ્રાઉન્ડ મજબૂત કરવા કેજરીવાલે કડક સૂચના આપી છે.
પંજાબ બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે ગાંધીઆશ્રમ ખાતે પૂજ્ય ગાંધી બાપુની કુટિર 'હ્ર્દયકુંજ' ખાતે પ્રાર્થના કરી ભાવાંજલિ અર્પણ કરીને રેટિંયો કાંત્યો હતો.
કેજરીવાલ અને ભગવંત માન ગાંધી આશ્રમમાં અડધો કલાક જેટલું રોકાયા હતાં. કેજરીવાલે કહ્યું હતું કે,આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. મુખ્યમંત્રી બન્યા બાદ ગાંધી આશ્રમમાં પહેલીવાર આવ્યો છું. એક્ટિવિસ્ટ હતો ત્યારે આવ્યો હતો. જેટલી વાર અહીં આવીએ છીએ એટલી વાર શાંતિનો અનુભવ થાય છે. એવું લાગે છે કે અહીં ગાંધીજીની આત્મા વસે છે.
ભગવંત માને કહ્યું હું જે ધરતી પરથી આવું છું એ શહીદોની ધરતી છે. પંજાબના દરેક ઘરમાં ચરખો છે. ત્યાંની મહિલાઓ પારંપરિક ગીતો ગાય છે અને ચરખાથી સૂતર પણ કાંતે છે.
વિઝિટર બુકમાં કેજરીવાલે શું લખ્યુ?
ગાંધી આશ્રમની મુલાકાત બાદ વિઝિટર બુકમાં કેજરીવાલે લખ્યું કે આ આશ્રમ એક આધ્યાત્મિક સ્થાન છે. એવી પ્રતિતિ થાય છે કે અહી ગાંધીજીના આત્માનો વાસ છે. અહી આવી આધ્યાત્મિકતાની અનૂભૂતિ થાય છે. ગાંધીજી જે દેશમાં જન્મ્યા એવા દેશમાં મારો જન્મ થવાથી હું ધન્યતા અનુભવું છું
કેજરીવાલ અને ભગવંત માને શું કહ્યુ?
કેજરીવાલે કહ્યું કે મુખ્યમંત્રી બન્યા બાદ ગાંધી આશ્રમમાં પહેલીવાર આવ્યો છું. એક્ટિવિસ્ટ હતો ત્યારે આવ્યો હતો. ભગવંત માને કહ્યું હું જે ધરતી પરથી આવું છું એ શહીદોની ધરતી છે. પંજાબના દરેક ઘરમાં ચરખો છે. ત્યાંની મહિલાઓ પારંપરિક ગીતો ગાય છે અને ચરખાથી સૂતર પણ કાંતે છે.
સાંજે કેજરીવાલનો રોડ શો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સાંજે 4 વાગ્યે નિકોલ ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગરબ્રિજ સુધી રોડ શો યોજવાના છે