શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કેટલા સમય સુધી ચાલશે કોરોનાની રસીનું ટ્રાયલ? જાણો નીતિન પટેલે શું આપ્યું મોટું નિવેદન?
એક વર્ષ સુધી શક્ય છે કે આ ટ્રાયલ જુદા જુદા વિસ્તારોમાં એટલે કે, આખા દેશમાં ચાલું રાખવાના છેઃ નીતિન પટેલ
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહી છે, ત્યારે કોરોનાને રસી ક્યારે આવશે, તેના પર સૌની મીટ માંડાયેલી છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે કોરોનાની વેકસીનના ટ્રાયલ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત બાયોટેક કંપનીની વેકસીનનું ટ્રાયલ જુદા જુદા રાજ્યમાં થશે. ગુજરાતમાં સોલા સિવિલ હોસ્પિટલની પસંદગી કરાઈ છે. તેમણે આ રસીનું એક વર્ષ સુધી દેશના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાયલ થશે, તેવી શક્યતા વ્યક્ત કરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, સોલા સિવિલમાં 500 વેકસીન ગઈકાલે આવી ગઈ છે. જે નાગરિક સ્વેચ્છાએ કોરોનાની વેકસીન લેવા માંગતા હોય તેમને અપાશે. ભારત સરકારના સિનિયર ડોક્ટર આવ્યા છે. સોલા સિવિલના ડૉક્ટર્સને ટ્રેનિંગ આપવામાં આવશે. 1 મહિનામાં એક વ્યક્તિ પર બે વખત વેકસીન આપવામાં આવશે.
નીતિન પટેલે કોરોના વેક્સનીના ટ્રાયલ અંગે મહત્વની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, ટ્રાયલ સાથે સંકળાયેલા ડોક્ટરોને ટ્રેનિંગ આપ્યા પછી વોલેન્ટિયર્સનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે, તેમને વારાફરતી બોલાવી વેક્સિન અપાશે. તેમના પર ટ્રાયલ કરાશે. તેમની તબિયતને લઈને તમામ માહિતી નોંધવામાં આવશે. તેમને ઘરે હશે, ત્યારે પણ ફોન કરીને વારંવાર તબિયત અંગેની કાળજી લેવામાં આવશે. આ વોલેન્ટિયર્સને એક મહિનામાં બે વખત વેક્સિન આપવામાં આવશે. એક વર્ષ સુધી શક્ય છે કે આ ટ્રાયલ જુદા જુદા વિસ્તારોમાં એટલે કે, આખા દેશમાં ચાલું રાખવાના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ક્રિકેટ
Advertisement