Ahmedabad: ખોટા ડોક્યુમેન્ટ બનાવી PSI બનવા કરાઈ પહોંચેલી યુવતીની અટકાયત
ખોટા ડોક્યુમેન્ટનાં આધારે PSI બનવા કરાઈ પહોંચેલી અમદાવાદની યુવતી અટકાયત કરાઈ છે. વેજલપુરની યુવતી વગર પરીક્ષાએ PSIની તાલીમ માટે કરાઈ પહોંચી હતી.
અમદાવાદ: ખોટા ડોક્યુમેન્ટનાં આધારે PSI બનવા કરાઈ પહોંચેલી અમદાવાદની યુવતી અટકાયત કરાઈ છે. વેજલપુરની યુવતી વગર પરીક્ષાએ PSIની તાલીમ માટે કરાઈ પહોંચી હતી. હાથેથી લખેલો પત્ર અને વિકાસ સહાયની ખોટી સહી કરેલો લેટર યુવતીએ જાતે બનાવ્યો હતો. પોલીસ બનવા માંગતી હોવાથી યુવતીએ ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા.
કરાઈ પોલીસ એકેડમીના અધિકારીઓને જાણ થતાં પાસ થયેલા ઉમેદવારોનું લિસ્ટ ચેક કર્યું હતું. લિસ્ટમાં નામ ન હોવાથી અને હસ્ત લિખિત લેટરના કારણે શંકા ગઈ હતી. ડભોડા પોલીસે વેજલપુરની ધારા જોશી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહીના અંતે આજે ધારા જોશીની અટકાયત કરી છે.
Gujarat Weather Update: ગુજરાતમાં આગામી 5 દિવસને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ?
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઇ આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે ઉત્તર ગુજરાતના તાપમાનમાં વધારો થશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 2 ડિગ્રી જેટલો વધારો થઇ શકે છે, ઉત્તર ગુજરાતમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લઘુતમ તાપમાનમાં પણ વધારો થશે. લઘુત્તમ તાપમાન વધતાં ગરમીમાં વધારો થશે.
આગામી પાંચ દિવસમા ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં સામાન્ય કરતા ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે જોવા મળશે તેમ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસમાં દેશના કેટલાક વિસ્તારોમાં ગરમી માર્ચના પ્રથમ સપ્તાહ જેટલી પડી રહી છે. જે ચાલુ વર્ષના ઉનાળામાં ભીષણ ગરમી પડવાના સંકેતો આપી રહ્યાં છે.
માર્ચના શરૂઆતના 15 દિવસમાં જ ઉત્તરપશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે. દિલ્હીમાં સોમવારે 33.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે 1969 પછીનો ફેબ્રુઆરીનો ત્રીજો સૌથી ગરમ દિવસ હતો. આ અગાઉ 26 ફેબ્રુઆરી, 2006ના રોજ 34.1 અને 17 ફેબ્રુઆરી, 1993ના રોજ 33.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
ભૂજમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ
ગુજરાતના ભૂજમાં 16 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવનારા દિવસોમાં ગરમી ઝડપથી વધશે. પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશની સાથે બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ફેબ્રુઆરી 100 ટકા સુકુ રહ્યું છે જેના કારણે તાપમાન ઝડપથી વધી રહ્યું છે. ઓડિશાના હવામાન વિભાગ મુજબ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભુવનેશ્વરનું મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. મહિનો પૂર્ણ થતા જ પહેલા આ રેકોર્ડ તૂટી ગયો છે. આગામી સાત દિવસમાં વરસાદ નહીં પડે તો ઓડિશાના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચી જશે.