શોધખોળ કરો
Advertisement
ડોનાલ્ડ ટ્રમ્પની ‘સ્પેશિયલ કાર’ની શું ખાસિયતો? જાણીને નવાઈ લાગશે
ગાડીનું નામ: આર્મોડ લિમોઝીન, કારના કાચ પાંચ લેયરવાળા પોલીકાર્બોનેટથી બનાવવામાં આવેલા હોય છે. કારની બોડી સ્ટીલ, ટાઈટેનિયમ, એલ્યુમિનિયમ અને સિરામિકથી બનાવવામાં આવેલી છે.
અમદાવાદ: સુપર પાવર અમેરિકાના રાષ્ટ્રપતિ પ્રહેલીવાર ગુજરાતના મહેમાન બની રહ્યાં છે અને તેમને સત્કારવા માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલિયાની આગતા સ્વાગતા જ નહીં સલામતીમાં પણ કોઈ કચાશ રહી ન જાય તેના માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. હાલ અમદાવાદમાં પોલીસના ચાંપતા બંદોબસ્ત દરેક જગ્યાએ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમમાં હાલ તડામાર તૈયારી ચાલી રહી છે.
સલામતીની આ તકેદારી અમેરિકાના સુરક્ષાકર્મીઓ દ્વારા પણ ઉઠાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટમાં આવેલા અમેરિકન એરફોર્સના ‘ગ્લોબ માસ્ટર્સ’ એરક્રાફ્ટમાં વિશિષ્ટ પ્રકારની અમેરિકન કાર પણ લાવવામાં આવી છે. અમેરિકન પ્રેસિડેન્ટની કારની વિશિષ્ટતા અભેદ કિલ્લાથી ઓછી નથી. ડોનાલ્ડ ટ્રમ્પની સ્પેશિયલ કાર અમદાવાદના રસ્તા પર જોવા મળતાં તેના ફોટો પણ વાયરલ થયાં હતાં.
ગાડીનું નામ: આર્મોડ લિમોઝીન
- રાષ્ટ્રપતિની સાથે અન્ય ચાર લોકો આ કારમાં બેસી તેવી પણ વ્યવસ્થા છે.
- કારના કાચ પાંચ લેયરવાળા પોલીકાર્બોનેટથી બનાવવામાં આવેલા હોય છે.
- બુલેટ અને મિસાઈલ પણ આ કારને નુકસાન પહોંચાડી શકતી નથી.
- ડ્રાઈવર તરફની વિન્ડો જ માત્ર ખુલી શકે છે અને તે પણ માત્ર 3 જ ઈંચ. કારની જાડાઈ પાંચ ઈંચ હોય છે.
- આ કારની સાથે પ્રેસિડેન્ટના બ્લડ ગ્રુપની બ્લડબેગ હોય છે.
- કારની બોડી સ્ટીલ, ટાઈટેનિયમ, એલ્યુમિનિયમ અને સિરામિકથી બનાવવામાં આવેલી છે.
- કારની અંદર નાઈટ વિઝન કેમેરા પણ લગાવવામાં આવેલા છે.
- અમેરિકન સિક્રેટ એજન્સી દ્વારા તૈયાર કરાયેલા ડ્રાઈવરો જ આ કાર ચલાવી શકે છે.
- આ સ્પેશિયલ કાર 180 ડિગ્રીનો વળાંક ચપટીમાં લઈ લે છે.
- કારની અંદર ઓક્સિજનની પણ સુવિધા હોય છે. કેબિન ડોર 8 ઈંચ જાડો હોય છે.
- કેમિકલ યુદ્ધમાં પણ આ કારમાં બેઠેલો શખ્સ સુરક્ષિત રહે છે.
- કારના ટાયર સ્ટિક પ્લેટેડ હોય છે. કારના ટાયર ક્યારેય કોઈ પણ સંજોગમાં ફાટતા નથી.
- કાર લેન્ડ માઈન અને મિસાઈલથી પણ બચી શકે છે.
- કારની અંદર નાના હથિયાર પણ હોય છે. ન્યૂક્લિયર, બાયોલોજીકલ અને કેમિકલ એટેકથી પણ કારમાં સવાર લોકો બચી શકે છે.
- સેટેલાઈટની સાથે પ્રેસિડેન્ટની ગાડીમાં જામર પણ ઓપરેટ થઈ શકે તેવી પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
- કારમાં સિક્રેટ સર્વિસ પ્રોટેક્ટિવ ડિટેઈલનો પ્રોગ્રામ લોડેડ કરેલો હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement