શોધખોળ કરો

Biparjoy Cyclone: વાવાઝોડાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં છવાયો અંધારપટ્ટ, વીજપોલ ધરાશાયી થતા કરોડોનું નુકશાન

Biparjoy Cyclone:   બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. તો બીજી તરફ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીનું નિવેદન સામે આવ્યું છે.

Biparjoy Cyclone:   બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. તો બીજી તરફ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, લેન્ડફોલ પ્રોસેસ ચાલુ છે. વાવાઝોડાની આંખ લેન્ડફોલવાળી જગ્યા પર પ્રવેશી રહી છે. જખૌ પોર્ટથી વાવાઝોડાની આઈ ૨૦ કિમી દૂર છે. ૧૧૫-૧૨૦ કિમી સુધી પવનની ઝડપ રહેશે.

ગાંધીધામમાં વીજ પુરવઠો ખોરવાયો 

ગાંધીધામના એસપી કચેરી આસપાસના વિસ્તારમાં લાઈટ જતી રહી છે. ગાંધીધામ મામલતદાર કચેરી આસપાસના કેટલાક વિસ્તારમાં પણ લાઈટ જતી રહેતા અંધારપટ છવાયો છે.

ભુજમાં લાઈટ ગુલ 

બિપરજોય વાવાઝોડાને લઈને કચ્છના પાટનગર ભુજમાં પણ લાઈટ ગુલ થઈ છે. સાંજના 6 વાગેથી ભુજમાં લાઈટ ગુલ થઈ છે. ભુજ, માધાપર, સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ છે. ભારે પવન અને વાવાઝોડા કારણે વીજ પુરવઠો ખોરવાયો છે.

દ્વારકા વિસ્તારમાં વીજળી જતી રહી

તો બીજી તરફ દ્વારકાના ઓખા, મીઠાપુર સહિત તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સવારથી વીજળી ગુલ થઈ છે આ ઉપરાંત નેટવર્કનાં ઇસ્યુ પણ આવી રહ્યા છે. .કોઈ પણ નેટવર્ક પર ફોન લાગતાં ન હોવાથી લોકો ફરિયાદ કરી રહ્યા છે.  ભારે હવા અને સતત વરસાદથી દ્વારકાનાં લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

મહીસાગર જિલ્લામાં પણ અંધારપટ છવાયો

મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાની અસરને લઈને વરસાદ પડ્યો છે. લુણાવાડા તાલુકાના ધામોદ, લાલસર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. વરસાદ વરસતા વીજળી ગુલ થઈ છે.

અરવલ્લી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો

ઉત્તર ગુજરાતમા બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. મોડાસા, બાયડ, ધનસુરા, માલપુર પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. સમગ્ર પંથકમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફુંકાયો છે. જેના કારણે સમગ્ર પંથકમાં વીજળી ગુલ
થઈ છે.

પ્રાંતિજ પંથકમાં વીજળી ગુલ થતા સ્થાનિકો પરેશાન

સાબરકાંઠા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સામાન્ય પવન સાથે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હિંમતનગર બાદ પ્રાંતિજ શહેર અને પંથકમાં વરસાદ પડ્યો છે. જેના કારણે પ્રાંતિજ પંથકમાં વીજળી ગુલ થતા સ્થાનિકો પરેશાન થયા છે.

પાદરા વિસ્તારમાં વીજળી જતી રહી

બિપરજોય વાવાઝોડાની અસર પાદરામાં પણ જોવા મળી છે. પાદરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. પાદરા પંથકમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. પવન અને વરસાદની સાથે વીજળી ગુલ થતા અધારપટ છવાયો છે.

જામનગર વિસ્તારમાં વીજ પોલને નુકશાન

જામનગર શહેરમાં દિવસ દરમિયાન 55 નાના મોટા વૃક્ષો ધરાશાયી થયા છે. બિપરજોય વાવાઝોડાથી જામનગર પીજીવીસીએલને અંદાજે 180 લાખનું નુકશાન થયું છે. જામનગર જિલ્લામાં 246 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 459 ફીડર બંધ થયા છે. 896 વીજપોલ પડ્યા હતા જેમાંથી  221 ઊભા કરવામાં આવ્યા બાકીની કામગીરી હાલ ચાલુ છે.

મોરબી જિલ્લાના અત્યાર સુધીમાં ૩૯ ગામોમાં વીજ પુરવઠો બંધ

મોરબી જિલ્લાના અત્યાર સુધીમાં  ૩૯ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે.  હાલ ભારે પવનના કારણે ૧૨૨ વીજ પોલમાં નુકશાની આવી છે. ૭ ટીસીમાં ફોલ્ટ સર્જાયો છે. ૩૯માંથી ૨૩ ગામો માળિયા તાલુકાના છે. ૬ ગામો વાંકાનેર તાલુકાના અને ૩ ગામો હળવદ તાલુકાના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Embed widget