શોધખોળ કરો
Advertisement
અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી 1 કરોડથી વધુની નકલી ચલણી નોટ ઝડપાઈ, જાણો વિગતો
દિલ્હીના રહેવાસી વિકાસે દિલ્હીની જ એક હોટેલમાં માત્ર બે જ દિવસમાં આ નકલી નોટ તૈયાર કરી હતી. આમ, નકલી નોટ પધરાવી અસલી નોટ પડાવવાનો આરોપીઓએ કારસો રચ્યો હતો જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.
અમદાવાદ: અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી 1 કરોડ 40 લાખની કિંમતની નકલી ચલણી નોટ ઝડપાઈ છે. રાજધાની એક્સપ્રેસના મુસાફરોના ચેકિંગ દરમિયાન વિકાસ શર્મા નામના શખ્સ પર પોલીસને શંકા ગઈ હતી. જેની તપાસ કરતા તેની બેગમાંથી 2 હજારના દરની નકલી નોટ મોટી માત્રામાં મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
વિકાસ શર્માની સઘન પૂછપરછ કરાતા આ સમગ્ર કૌભાંડનો સૂત્રધાર રાજસ્થાનનો હંસરાજ બોરાણા નામનો શખ્સ હોવાનું સામે આવ્યું છે. વિકાસ મુશ્કેલીમાં હોવાની પોલીસે ચાલ ઉભી કરતા જ હંસરાજ રાજસ્થાનના જોધપુરથી ફ્લાઈટમાં અમદાવાદ આવી પહોંચ્યો હતો. પોલીસે તેને ઝડપી આકરી પૂછપરછ કરતા તેણે જ વિકાસને નકલી નોટ છાપવા કહ્યું હોવાનું કબુલ્યું છે.
દિલ્હીના રહેવાસી વિકાસે દિલ્હીની જ એક હોટેલમાં માત્ર બે જ દિવસમાં આ નકલી નોટ તૈયાર કરી હતી. આમ, નકલી નોટ પધરાવી અસલી નોટ પડાવવાનો આરોપીઓએ કારસો રચ્યો હતો જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement