જે દિવાલને છાંયડે પિતા-પુત્રી બેઠા હતા, તે જ દીવાલ તેમની માથે પડી, બંને પિતા-પુત્રીનું મૃત્યુ થયું
Ahmedabad News : દિવાલ પડતા પિતા-પુત્રી દટાયા હતા. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં સારવાર દરમિયાન પિતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું.
Ahmedabad : અમદાવાદમાં દિવાલને છાંયડે બેસેલા પિતા-પુત્રીનું કરૂણ મૃત્યુ ત્યાંની ઘટના સામે આવી છે. આ પિતા-પુત્રી ગરમીથી રાહત મેળવવા જે દિવાલને છાંયડે બેસેલા હતા એ જ દિવાલ તેમની માથે પડતા બંને પિતા-પુત્રીનું મૃત્યુ થયું છે.
અમદાવાદમાં અનુપમ બ્રિજ છેલ્લા કેટલાય વર્ષોથી બની રહ્યો છે, ત્યારે આજે અનુપમ બ્રિજની બાજુમાં રોડની કામગીરી વખતે જેસીબીથી સલાટનગરની દિવાલ ધરાશાયી થઈ હતી. આ દીવાલ ધરાશાયી થતા દિવાલને છાંયડે બેસેલા પિતા-પુત્રીનું કરૂણ મૃત્યુ થયું છે.
આજે 21 મે ના દિવસે બપોરના 03:41 વાગ્યે આ ઘટના ઘટી. દિવાલ પડતા પિતા-પુત્રી દટાયા હતા. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં સારવાર દરમિયાન પિતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું.
એલજી હોસ્પિટલની મુલાકાતે આવેલા મેયર કિરીટ પરમાર તેમજ ધારાસભ્ય શૈલેષ પરમારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી છે.
દિવાલ ધરાશાયી થવાની આ ઘટનામાં અમદાવાદ મહાનગરપાલિકા મૃતકના પરિવારને બિલ્ડર પાસેથી સહાય અપાવશે. મળતી જાણકારી મુજબ AMC રણજીત બિલ્ડકોન પાસેથી 5-5 લાખની સહાય અપાવશે.
જ્યાં દિવાલ ધરાશાયી થઇ ત્યાં રણજિત બીલકોન અને એસપેકેમ કંપની કામ કરે છે.બે મહિના પહેલા આ જ જગ્યા પર દિવાલ પડી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીં સુપરવિઝન વગર કામ થાય છે. અને અગાઉ બોપલ બ્રિજ પડવાની ઘટનામાં આ જ કંપની કામ કરતી હતી.કામમાં બેદરકારીના કારણે આ કંપનીને બ્લેક લિસ્ટ કરવા માંગ કરાઈ હતી. જોકે તેમ છતાં આ કંપનીને અનુપમ બ્રિજનું કામ અપાયું અને આજે આ દુઃખદ ઘટના બની.
ચિંતન શિબિર બાદ ગુજરાત કોંગ્રેસ આવી એક્શનમાં
ગુજરાત કોંગ્રેસે ઉદયપુરની ચિંતન શિબિરમાં લેવાયેલા નિર્ણયોની અમલવારી માટે સમિતિની રચના કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માની દિલ્હી મુલાકાત બાદ તાત્કાલિક સમિતિની રચના કરવામાં આવી છે. પ્રભારી રઘુ શર્માએ 7 સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ 7 દિવસની અંદર અત્યારસુધી થયેલા કામોનો રિપોર્ટ તૈયાર કરશે.