શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદ ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી, માત્ર ૫૪ દિવસમાં 200થી વધુ લોકોની જિંદગી બચાવી

અમદાવાદ:  સમગ્ર વિશ્વમાં ફાયર ફાઈટર્સ તેમની બહાદુરીભર્યા કારનામા માટે જાણીતા છે. કોઈ પણ આકસ્મિક કે પછી માનવસર્જિત ઘટના હોય, ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની ટીમ પોતાના જીવ જોખમમાં મૂકીને સેવા કરતી હોય છે.  

અમદાવાદ:  સમગ્ર વિશ્વમાં ફાયર ફાઈટર્સ તેમની બહાદુરીભર્યા કારનામા માટે જાણીતા છે. નાની ઘટના હોય કે કોઈ મોટી આકસ્મિક કે પછી માનવસર્જિત ઘટના હોય, ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની ટીમ પોતાના જીવ જોખમમાં મૂકીને સેવા કરતી હોય છે.  

અમદાવાદના ફાયર વિભાગને વર્ષ ૨૦૨૩માં ફાયર અને રેસ્ક્યુ સહિતના ૪૬૨ ફાયર કોલ આવ્યા હતા, જેમાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 200થી વધુ લોકોના જીવ બચાવાયા છે. આમ, અમદાવાદના ફાયર વિભાગે અમદાવાદની હદ તેમજ હદની બહાર આવેલા કોલમાં ખૂબ પ્રશંસનીય બચાવ કામગીરી કરી છે. 

આ અંગે ઇન-ચાર્જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન પી. મિસ્ત્રીએ કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અંતર્ગત હાલમાં કુલ ૧૭ ફાયર સ્ટેશનો કાર્યરત છે.  જ્યારે અન્ય ફાયર સ્ટેશનો જેમ કે ગોતા, બોપલ તેમજ સાયન્સ સિટી રોડ પરની ચોકીઓને આગળ વધારવાની કામગીરી પ્રગતિમાં છે. વર્ષ ૨૦૨૩ની વાત કરીએ તો ૧ જાન્યુઆરી ૨૦૨૩થી  23 ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને ૪૬૨ ફાયર કોલ મળ્યા હતા. જેમાં અદાજિત ૨૦૦થી વધુ લોકોની જિંદગી બચાવવાની કામગીરી કરવામાં આવી છે.  

મિથુન પી. મિસ્ત્રીએ વધુમાં કહ્યું કે, ફાયર ફાઈટર્સની કામગીરીમાં આગ કાબૂમાં લેવા ઉપરાંત તબીબી સેવા, માનવો, પશુ - પક્ષીઓના જીવ બચાવવા, પર્યાવરણ બચાવવા સહિતની નાના-મોટી આકસ્મિક અને માનવસર્જિત તમામ ઘટનામાં બચાવ કામગીરી કરવાની હોય છે. લિફટમાં ફસાયેલા, ગેસ ગળતરથી ગૂંગળામણ અનુભવતા, આગને કારણે ફસાયેલા કે પછી મોબાઈલ ટાવર ઉપર ચડી ગયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવાની પણ કામગીરી કરે છે. ફાયર ફાઈટરમાં સાહસ અને બહાદુરી અખૂટ હોય છે. અમદાવાદની ફાયર વિભાગની ટીમ અનેકો વાર નાની-મોટી કોઈપણ ઘટના બને ત્યારે ખડે પગે નાગરિકોની સેવા કરતી આવી છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કુલ ૧૭ ફાયર સ્ટેશનોમાં મિની ફાયર ફાઇટર ઉપલબ્ધ છે, જે શહેરની નાની પોળોમાં જઇને બચાવની કામગીરી કરવા સજ્જ છે. આ સાથે ૨૦ હજાર લિટરની મોટી ગાડીઓ પણ ફાયર વિભાગ પાસે ઉપલબ્ધ છે.  અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની અમદાવાદની હદ વિસ્તારમાં તેમજ હદ બહારના વિસ્તારની કામગીરી પણ  ફાયર ફાઇટર્સ દ્વારા કરવામાં આવે છે. આ અગાઉના વર્ષોમાં બિહાર સુધી અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા કામગીરી કરવામાં આવી છે. એટલું જ નહીં, અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં આખા ગુજરાતની મોટામાં મોટી ૮૧ મીટરની હાઇડ્રોલિક લેડર  તથા ૫૫ મીટરની ટર્ન ટેબલ લેડર અને ૫૫ મીટરની હાઇડ્રોલિક લેડર પણ ઉપલબ્ધ છે.   

 મિથુન પી. મિસ્ત્રીએ વધુમાં કહ્યું કે, આવનારા સમયમાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં ઘણી વધુ સુવિધાઓ પણ ઉપલબ્ધ થવાની છે. આવનારા એપ્રિલ મહિના સુધીમાં અંદાજિત  ૨૦ હજાર લિટરના ૬ વોટર બાઉઝર એટલે મોટી ગાડીઓ,  ૮ હજાર લિટરના ૬ વોટર બાઉઝર્સ, તેમજ ફર્સ્ટ રિસ્પોન્ડર સાથેની ૭ ગાડીઓથી ફાયર વિભાગ વધુ સજ્જ થવા જઇ રહ્યું છે. ટૂંકમાં સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ સુવિધા પણ અમદાવાદ  ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને આપવામાં આવશે.
 
ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ જાડેજાએ કહ્યું કે, 'હાલમાં કંટ્રોલ રૂમને ડેવલોપ કરવાની કામગીરી પ્રગતિમાં છે. જેમાં કંટ્રોલ રૂમને અદ્યતન ટેકેનોલોજીનો ઉપયોગ કરીને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. કંટ્રોલ રૂમના સ્ટાફને ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ માટેની તાલીમ પણ આપવામાં આવશે જેમ કે ઓછામાં ઓછા સમયમાં કેવી રીતે સારી માહિતી મેળવી શકે. આ સાથે ફાયર સ્ટેશનોની ફર્સ્ટ રિસ્પોડન્ટ ટીમને ક્વિક રિસ્પોન્સ માટેની તાલીમથી અવગત કરવામાં આવશે. ફાયર ફાયટિંગ, રેસ્ક્યૂ અને સર્ચ ઓપરેશન ટેક્નિકમાં ત્વરિત અને સુરક્ષિત રીતે પાર પાડી શકાય એ બાબતોની ટ્રેનિંગ આપવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.  

રેસિડેન્શિયલ, કોમર્શિયલ, લો-રાઇજ, હાય-રાઇજ બિલ્ડિંગમાં ફાયર રેસ્ક્યૂ ટીમ પહોંચે પહેલા ફસ્ટ એઈડ ફાયર ફાયટિંગની માટેની ટ્રેનિંગ પણ સોસાયટી ખાતે શરૂ કરવામાં આવી છે. આ સાથે સમયાંતરે ફાયર સેફ્ટી બાબતે અવરેનસ કેમ્પ પણ કરવામાં આવી રહ્યા છે.  સેન્ટ્રલ વર્કશોપ સાથે મળીને ઇમરજન્સી વ્હિકલ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવાની કામગીરીનો પણ પ્રારંભ થઇ ચૂક્યો છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget