શોધખોળ કરો
બોટાદમાં કોરોનાના પ્રથમ દર્દીનું સારવાર દરમિયાન મોત, જાણો વિગત
ગઈ કાલે રાતે બોટાદમાં કોરોનાના પ્રથમ દર્દી એવા 80 વર્ષીય વૃદ્ધનું થયું મોત. ગુજરાતમાં કુલ 34 લોકોના મોત.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ કહેર મચાવી દીધો છે. ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 788એ પહોંચી છે. જ્યારે મોતનો આંકડો 34એ પહોંચ્યો છે. ત્યારે બોટાદમાં કોરોનાના પ્રથમ દર્દીનું મોત થયું છે. 80 વર્ષીય વૃદ્ધનું મોડી રાત્રે સારવાર દરમિયાન મોત થયું છે. ગઈકાલે વોરાવાડના 80 વર્ષના વુરદ્ધને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વૃદ્ધને સારવાર માટે સાંળગપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. નોંધનીય છે કે, ગઈ કાલે વૃદ્ધના પરિવારજનોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. વૃદ્ધના મોત અંગે બોટાદ જિલ્લા કલેક્ટર દ્વારા પુષ્ટી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 34 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 16 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ભાવનગરમાં 3, ગાંધીનગરમાં 1, જામનગરમાં 1, પંચમહાલમાં 1, પાટણમાં 1, સુરતમાં 5, વડોદરામાં 5 અને બોટાદમાં 1નું મોત થયું છે.
વધુ વાંચો



















