Gujarat politics: 4 રાજ્યોના પ્રભારી જાહેર, વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે નીતિન પટેલ અને મનસુખ માંડવીયાને સોંપી મોટી જવાબદારી
Gujarat politics: 2024ની લોકસભાની ચૂંટણીને લઈને બીજેપીએ તૈયારી શરુ કરી દીધી છે. બીજેપીએ અત્યારથી જ સંગઠનમાં ફેરફાર કરવાનું શરુ કરી દીધુ અને દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે.
Gujarat politics: 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને બીજેપીએ તૈયારી શરુ કરી દીધી છે. બીજેપીએ અત્યારથી જ સંગઠનમાં ફેરફાર કરવાનું શરુ કરી દીધુ અને દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે. આ કડીમાં હવે ગુજરાત બીજેપીના વરિષ્ઠ નેતા અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલની પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने आगामी विधानसभा चुनाव - राजस्थान, छत्तीसगढ़, मध्य प्रदेश एवं तेलंगाना के लिए प्रदेश चुनाव प्रभारी एवं सह-चुनाव प्रभारियों की नियुक्तियां की। pic.twitter.com/d3l1ctNcVZ
— BJP (@BJP4India) July 7, 2023
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ભાજપે રાજસ્થાન ચૂંટણીની જવાબદારી સોંપી છે. નીતિન પટેલને ભાજપે રાજસ્થાનના સહ પ્રભારી બનાવ્યા છે. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને છત્તીસગઢની જવાબદારી સોંપવામાં આવી છે. મનસુખ માંડવીયાને ભાજપે છત્તીસગઢના સહ પ્રભારી બનાવ્યા છે. જ્યારે ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવને મધ્યપ્રદેશના પ્રભારી બનાવાયા છે.
આ વર્ષના અંત સુધીમાં દેશના ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સંદર્ભે, ભાજપે શુક્રવારે (7 જુલાઈ) ચૂંટણી પ્રભારીઓની નિમણૂકની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે પ્રહલાદ જોશીને રાજસ્થાન, ઓમ માથુરને છત્તીસગઢ, ભૂપેન્દ્ર યાદવને મધ્યપ્રદેશ અને પ્રકાશ જાવડેકરને તેલંગાણાની જવાબદારી સોંપવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ
મધ્ય પ્રદેશમાં, ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી પ્રભારી તરીકે અને અશ્વની વૈષ્ણવને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે તેલંગાણામાં, પ્રકાશ જાવડેકરને ચૂંટણી પ્રભારી તરીકે સુનીલ બંસલને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં ભાજપ સંપૂર્ણ રીતે વ્યસ્ત છે.
Parliamentary Affairs Minister Pralhad Joshi appointed as BJP Rajasthan election incharge
— ANI (@ANI) July 7, 2023
Former Deputy CM of Gujarat Nitin Patel appointed as co-incharge
Om Mathur appointed as Chhattisgarh election-in-charge of BJP and Mansukh Mandaviya as co-election incharge
Union… pic.twitter.com/ynhRBAuIQX
કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં નહીં ઉભા રાખે ઉમેદવાર
રાજ્યસભાની ગુજરાતની 3 બેઠકોની ચૂંટણી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાની ગુજરાતની 3 બેઠક માટે ચૂંટણી નહીં થાય. કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર નહીં ઉભા રાખે. અપૂરતા સંખ્યાબળના કારણે કોંગ્રેસ ઉમેદવાર ઉભા રાખશે નહીં. કોંગ્રેસ ઉમેદવારી નહીં નોંધાવે તો બિનહરીફ વરણી થઈ શકે છે. આમ ફરી એક વખત ભાજપને તમામ 3 બેઠક મળી શકે છે.
બંગાળ, ગુજરાત અને ગોવાની 10 રાજ્યસભા સીટ પર 24 જૂલાઈએ રાજ્યસભા ચૂંટણી
રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જેમાં પશ્ચિમ બંગાળની 6, ગુજરાતની 3 અને ગોવાની 1 બેઠકનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં ડોલા સેન, ડેરેક ઓબ્રાયન, પ્રદીપ ભટ્ટાચાર્ય, સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર રે અને શાંતા છેત્રીનો કાર્યકાળ 18 ઓગસ્ટે સમાપ્ત થશે. આ ઉપરાંત ગુજરાતમાં વિદેશ મંત્રી એસ જયશંકર, દિનેશ અનાવાડિયા અને જુગલજી ઠાકોરનો કાર્યકાળ પણ 18 ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે. ગોવામાં વિનય તેંડુલકરનો કાર્યકાળ 28 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.
રાજ્યસભાની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ
ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે યોજાશે ચૂંટણી
કેંદ્રીય ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. ગુજરાતની 3 સહિત દેશમાં 10 બેઠકોની ચૂંટણી યોજાશે. ગુજરાતમાં વિદેશમંત્રી એસ જયશંકર, સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાની ટર્મ પૂરી થઈ રહી છે. કેંદ્રીય ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ગોવાની 1, ગુજરાતની 3 અને પશ્મિમ બંગાળની 6 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં દિનેશ અનાવડિયા, જુગલજી ઠાકોર અને વિદેશમંત્રી એસ.જયશંકરની 18 ઓગસ્ટે કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.
ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો
ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે. જેમાંથી આઠ બેઠકો ભાજપના કબજામાં છે અને ત્રણ બેઠકો કૉંગ્રેસ પાસે છે. ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય એવા વિદેશ મંત્રી એસ જયશંકર સહિત ત્રણ સભ્યોનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાવા લાગ્યું છે. હવે ચર્ચા એ છે કે આ વખતે રાજ્યમાં ખાલી પડેલી ત્રણ બેઠકોમાંથી કોને રીપિટ કરવામાં આવશે અને કોને બહાર મોકલવામાં આવશે. વિદેશ મંત્રી એસ જયશંકરને ગુજરાતમાંથી ફરી રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી પૂરે પૂરી સંભાવના છે.
એસ જયશંકરને ફરીથી મોકલવામાં આવશે રાજ્યસભામાં
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે. તેમાં સંપૂર્ણ રીતે ભાજપનો દબદબો જોવા મળશે. કારણ કે વિધાનસભામાં કૉંગ્રેસની નબળી સ્થિતિમાં ત્રણેય બેઠકો પર ફરીથી ભાજપની જીત નિશ્ચિત છે. આ સ્થિતિમાં પાર્ટી વિદેશ મંત્રી એસ જયશંકરને ફરીથી રાજ્યસભા મોકલશે તેવી ચર્ચા છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial