શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોનાને કારણે વધુ એક પોલીસકર્મીનું થયું મોત, અત્યાર સુધીમાં કુલ 4 કર્મચારીઓએ ગુમાવ્યો જીવ
એક જ પરિવારમાં બે પોલીસકર્મી ભાઈના કોરોનાને કારણે મોત થયા છે.
અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને આ જીવલેણ રોગવા ચેપથી દૂર રાખવા માટે પોલીસ કર્મચારીઓ પોતાનો જીવ જોખમમાં મુકીને રાત-દિવસ પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. પરંતુ કોરોના સામેના જંગમાં અમદાવાદના વધુ એક પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું છે.
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ હવે કોરોના યોદ્ધાઓને ભરખી રહ્યો છે. શહેરમાં કોરોનાને કારણે ચોથા પોલીસ કર્મીનું મોત થયું છે. એક જ પરિવારમાં બે પોલીસકર્મી ભાઈના કોરોનાને કારણે મોત થયા છે.
મળતી માહિતી મુજબ નરોડા સેલ્બીમાં દાખલ કરાયાના 6 દિવસ બાદ પોલીસકર્મીને રજા આપી હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. જોકે બાદમાં ફરીથી તબીયત લથડતા તેમને શહેરની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે બાદમાં ત્યાં તેમનું મોત થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement