શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ યુવતી છેડતી કરતી હોવાની યુવકે નોંધાવી ફરિયાદ, ગંદા ઈશારા કરીને બોલાવતી, યુવક ના જતાં શું કર્યું ?
યુવક ફરજ પર હાજર હોય ત્યારે યુવતી તેને ખરાબ ઈશારા કરતી હતી. યુવકે ના પાડતા તેની પાસે જઈને તેને બ્લેડ બતાવી ધમકી આપી હતી.
અમદાવાદઃ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવતીએ યુવક સાથે છેડતી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગત એક મહિનાથી યુવતી 25 વર્ષીય યુવકને ખરાબ ઈશારા કરતી હતી. યુવક સિવિલમાં આવેલા સંતોષી માતાના મંદિર પાસે આવેલા શૌચાલયની દેખરેખનું કામ કરે છે.
મળતી વિગતો પ્રમાણે, યુવક ફરજ પર હાજર હોય ત્યારે યુવતી તેને ખરાબ ઈશારા કરતી હતી. યુવકે ના પાડતા તેની પાસે જઈને તેને બ્લેડ બતાવી ધમકી આપી હતી. યુવક ત્યાંથી નાસી જતાં પોતે જ પોતાના હાથે બ્લેડથી ઈજાઓ કરી હતી.
યુવકની પત્નીએ પણ ખરાબ ઈશારાની ફરિયાદ નોંધાવી હતી. તેની અદાવત રાખીને યુવતીએ આ કૃત્ય કર્યું છે. શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement