શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ 16 વર્ષિય વિદ્યાર્થિનીએ સ્કૂલના ત્રીજા માળેથી ઝંપલાવ્યું, જાણો શું છે કારણ?
અમદાવાદઃ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં જ વિદ્યાર્થિનીએ સ્કૂલની બિલ્ડિંગના ત્રીજા માળેથી ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. અમરાઇવાડી ખાતે આવેલી વિવેકાનંદ સ્કૂલમાં ભણતી 16 વર્ષિય પૂનમ નામની વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી વિદ્યાર્થિનીને હાલ એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે પૂનમ આજે પરીક્ષા આપવા માટે સ્કૂલે આવી હતી. જોકે, પેપર અઘરું હોવાથી બરોબર લખી ન શકતાં તેને લાગી આવ્યું હતું અને આ પછી તેણે સ્કૂલની બિલ્ડિંગના ત્રીજા માળેથી ઝંપલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અત્યારે વિદ્યાર્થિનીને સારવાર માટે ખસડેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement