મહેમદાવાદ પાસે ગુડ્સ ટ્રેન પાટા પરથી નીચે ઉતરી, એક સાઇડનો ટ્રેક કરવામાં આવ્યો બંધ
રેલવેના કર્મચારીઓ દ્વારા હાલ મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બરોડા, આણંદ સહિતનો રેલવે વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે.
Train Deraill: મહેમદાવાદરેલવે ટ્રેક પર માલગાડીનો એક ડબ્બો ટ્રેક પરથી નીચે ખડી પડ્યો હતો. બરોડા તરફથી અમદાવાદ જવાના ટ્રેક પર ઘટના બની હતી. માલગાડી હોવાથી કોઈ જાનહાની થઈ નહોતી. આજે 6 વાગ્યાની આસપાસ ઘટના બનતા ત્રણ કલાક માટે એક સાઇડનો રેલવે ટ્રેક બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટના સ્થળે રેલવેના કોઈ અધિકારી જવાબ આપવા તૈયાર નહોતા. મહેમદાવાદથી અમદાવાદ જતા વાત્રક નદીના બ્રિજ નજીક મહિનામાં ફરીવાર આવી દુર્ઘટના બની હતી. રેલવેના કર્મચારીઓ દ્વારા હાલ મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બરોડા, આણંદ સહિતનો રેલવે વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે.
ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરતા અમદાવાદથી મુંબઇ આવતી જતી ટ્રેનના શેડ્યૂલ ખોરવાયા હતા. ખેડાના મહેમદાબાદમાં સાંજના છ વાગ્યાની આસપાસ માલગાડી પાટા પરથી ઉતરી ગઇ હતી. નડિયાદથી અમદાવાદ તરફના રૂટમાં કન્ટેનર ભરેલી ગુડ્સ ટ્રેનના ચોથા અને આઠમા ડબ્બામાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેનના ડબ્બા નેનપુર- મહેમદાવાદ વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા.
એક મહિના પહેલા મહેમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 માલગાડીના ચાર ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. આ અક્સમાત બાદ માલ ગાડીના પૈડા છૂટા પડી ગયા હતા અને પ્લેટફોર્મને ઘસાતા પ્લેટફોર્મની દીવાલો અને પ્લેટફોર્મનો થોડો ભાગ પણ તૂટી ગયો હતો. સદનસીબે આ અકસ્માતને કારણે કોઇને જાનહાની થઈ નહોતી. મહેમદાબાદ રેલવે સ્ટેશન પર નડીયાદથી અમદાવાદ જતા પ્રથમ ક્રોસિંગ પાસે આ દુર્ઘટના બની હતી. બ્રિજથી થોડેક દૂર માલગાડી નં.31415 લોકો પાયલોટ આનંદ સોનકર આ માલગાડીને નડિયાદ તરફથી અમદાવાદ તરફ લઈ જતા હતા. જેનું સ્ટોપેજ મહેમદાવાદ રેલવે સ્ટેશન લૂપ લાઈન પ્લેટફોર્મ નંબર 4 પર રાખવાનું હતુ.
35 મીટર જેટલા અંતરમા માલગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી જતા માલ ગાડીના પૈડા છૂટા પડી ગયા હતા. આ છૂટા પડેલા પાટા પ્લેટફોર્મને ઘસાતા પ્લેટફોર્મની દીવાલો પણ તૂટી ગઇ હતી. નડિયાદ તરફથી આવતી માલ ગાડીને લુપ લાઈનમાં રાખવા માટે સિગ્નલ અપાયું હતું. પરંતુ લુપ લાઇનમાં કોઈ કારણોસર ઇમરજન્સીમાં સમારકામ કરવાનું હોય રેલ્વે માસ્તરને જણાવ્યું હતું. પરંતુ તેમ છતાં આ ગાડીને લૂપ લાઇનમાં રાખવા માટે સિગ્નલ અપાતા અનેક તારક વિતર ઉદભવ્યા હતા. 41 ડબ્બાની આ ગાડીની અંદર ચાર ડબ્બા ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જો આ ગાડી મેન અપડાઉનવાળી લાઈનમાં ડબ્બા ઉતરી ગયા હોત તો મોટી દુર્ઘટના કે જાનહાની સર્જાઈ હોત. ગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયાની જાણ થતાની સાથે જ લોકટોળા એકત્રિત થયા હતા.