Ratan Tata Death: રતન ટાટાના નિધન પર ગુજરાતમાં એક દિવસના શોકની જાહેરાત
Ratan Tata Death: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારે રાત્રે મુબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.
Ratan Tata Death: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારે રાત્રે મુબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મોતના સમાચારથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. રતન ટાટાના નિધન બાદ મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકારે એક દિવસના શોકની જાહેરાત કરી હતી. તો આજે ગુજરાત સરકારે પણ રતન ટાટાના નિધનથી ગુજરાતમાં એક દિવસનો શોક જાહેર કર્યો છે. રાજ્ય સરકારે એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. જેથી આજે એક દિવસનો શોક રહેશે અને રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે.
The #Gujarat government has declared a one-day mourning on October 10, 2024, to pay respects to the late Ratan Tata, a veteran industrialist and visionary leader, following his demise. pic.twitter.com/teFENootSt
— Press Trust of India (@PTI_News) October 10, 2024
ભારતે સાચા અર્થમાં રતન ગુમાવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદ્મવિભૂષણથી સન્માનિત અને ટાટા ગ્રૂપના મોભી રતન ટાટાના નિધન અંગે શોક વ્યક્ત કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, ભારતે સાચા અર્થમાં રતન ગુમાવ્યું છે. તેમના અવસાનથી દેશને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે, તેવું મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રતન ટાટાએ સમગ્ર વિશ્વમાં ઔધોગિક ક્ષેત્રે દેશને ગૌરવ અપાવ્યું છે. આજે તેઓ જ્યારે આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે દુઃખની લાગણી અનુભવી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
ટાટા ગ્રુપના માનદ અધ્યક્ષ અને પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાનું દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ 86 વર્ષના હતા. મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકારે રતન ટાટાના નિધન પર એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો.
મુખ્યમંત્રી હેમંત સોરેને શોકની જાહેરાત કરી
झारखंड जैसे देश के पिछड़े राज्य को विश्व में पहचान दिलाने वाले टाटा समूह के पूर्व चेयरमैन एवं पद्मविभूषण श्री रतन टाटा जी के देहावसान पर एक दिवसीय राज्यकीय शोक की घोषणा की जाती है। pic.twitter.com/HS5CzpH4mn
— Hemant Soren (@HemantSorenJMM) October 9, 2024
મુખ્યમંત્રી હેમંત સોરેને 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઝારખંડ જેવા પછાત રાજ્યને વૈશ્વિક ઓળખ અપાવનાર ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન અને પદ્મ વિભૂષણ રતન ટાટા જીના નિધન પર એક દિવસીય રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો...