શોધખોળ કરો

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન, જાણો ક્યા-ક્યા VIP વોટર્સ કરશે મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન યોજાશે.

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન યોજાશે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદી પણ આજે અમદાવાદમાં મતદાન કરશે. વડાપ્રધાન મોદી અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. વડાપ્રધાન મોદીના માતા હીરા બા રાયસણની દયાબેન વાડીભાઇ પટેલ સ્કૂલમાં મતદાન કરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના નારણપુરાની મ્યુનિસિપલ સબ ઝોનલ ઓફિસે મતદાન કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે નવ વાગ્યે શીલજ પ્રાઇમરી સ્કૂલમાં મતદાન કરશે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પણ શીલજ પ્રાઇમરી સ્કૂલમાં મતદાન કરશે. કોગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર નરોડામાં મતદાન કરશે. ભરતસિંહ સોલંકી પણ ડેડરવાની પ્રાથમિક શાળામાં મતદાન કરશે. શંકરસિંહ વાઘેલા વાસદમાં મતદાન કરશે. શક્તિસિંહ ગોહિલ ગાંધીનગર સેક્ટર-20માં મતદાન કરશે.

 ઉલ્લેખનીય છે કે ગઇકાલે  ગુજરાતમાં પહોંચતા જ પીએમ મોદી તેમના માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. પીએમ મોદીએ માતા હીરા બાના આશીર્વાદ લીધા હતા.

CM ભૂપેંદ્ર પટેલ, હાર્દિક પટેલ સહિત ઘણા VIPની કિસ્મત દાવ પર

Gujarat Polls 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું આજે મતદાન થશે. બીજા તબક્કામાં રાજ્યની કુલ 93 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં મતદાન યોજાનારી 93 બેઠકો માટે 61 રાજકીય પક્ષોના 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ઉમેદવારોમાં 285 અપક્ષ ઉમેદવારો છે, જ્યારે બીજા તબક્કામાં ઘણા VIP ઉમેદવારોનું ભાવિ પણ દાવ પર છે.

ભાજપ અને અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP તમામ 93 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ 90 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને તેના સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બે બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. VIP ઉમેદવારોમાં રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી, ભાજપના નેતા હાર્દિક પટેલ વિરમગામથી અને ભાજપના અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠકપરથી ચૂંટણી લડી રહ્યા છે.

આ ઉપરાંત કૉંગ્રેસના  નેતા જીગ્નેશ મેવાણી બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાના જેતપુરથી ઉમેદવાર છે. ભાજપના બળવાખોર અને દબંગ નેતા  મધુ શ્રીવાસ્તવ વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

ડિસેમ્બરે 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન

  • બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
  • પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
  • મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
  • સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
  • અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
  • ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
  • અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
  • આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
  • ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
  • મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
  • પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ :  શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
  • દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
  • વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
  • છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર
Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર
Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર
Tim southee: 1124 વિકેટ લેનારા દિગ્ગજ બોલરે જાહેર કરી નિવૃતિ, ઇગ્લેન્ડ સામે રમશે અંતિમ ટેસ્ટ
Tim southee: 1124 વિકેટ લેનારા દિગ્ગજ બોલરે જાહેર કરી નિવૃતિ, ઇગ્લેન્ડ સામે રમશે અંતિમ ટેસ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Farmer: ભાવનગરમાં ખેડૂતોને 'લોલીપોપ', ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે બન્યા મજબૂરHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ખનન માફિયાHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન મની માફિયાMICA student killing: અમદાવાદમાં MICA વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસે આરોપી સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર
Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર
Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર
Tim southee: 1124 વિકેટ લેનારા દિગ્ગજ બોલરે જાહેર કરી નિવૃતિ, ઇગ્લેન્ડ સામે રમશે અંતિમ ટેસ્ટ
Tim southee: 1124 વિકેટ લેનારા દિગ્ગજ બોલરે જાહેર કરી નિવૃતિ, ઇગ્લેન્ડ સામે રમશે અંતિમ ટેસ્ટ
રોબર્ટ કેનેડી જૂનિયરને ટ્રમ્પે સોંપી સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી, વેક્સિનના છે કટ્ટર વિરોધી
રોબર્ટ કેનેડી જૂનિયરને ટ્રમ્પે સોંપી સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી, વેક્સિનના છે કટ્ટર વિરોધી
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
Embed widget