શોધખોળ કરો

76th Independence Day : આ વર્ષે પહેલી વાર સ્વદેશી હોવિત્ઝર તોપથી રાષ્ટ્રધ્વજને સલામી અપાશે, જાણો આ સ્વદેશી તોપની વિશેષતા

Indigenous ATAGS howitzer Gun : આ સ્વદેશી હોવિત્ઝર તોપ એક મિનિટમાં સાત ગોળા છોડી શકે છે. તોપની મારક ક્ષમતા 45 કિલોમીટરની છે.

DELHI : આવતીકાલે 15 ઓગષ્ટ 2022 એટલે આઝાદીનો 76મોં સ્વતંત્રતા દિવસ. આ દિવસ આઝાદીના 75 વર્ષ પુરા થવા સાથે અનેક રીતે ખાસ રહેવાનો છે. પીએમ મોદી સતત 9મી વાર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે, તો દેશના ઇતિહાસમાં પ્રથમવાર સ્વદેશી તોપથી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવશે. 

અત્યાર સુધી  બ્રિટિશ પાઉન્ડર તોપનો થતો હતો ઉપયોગ 
PM બરાબર 7.30 વાગ્યે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવશે. આ પછી તરત જ રાષ્ટ્રગીત વગાડવામાં આવશે અને 21 તોપોની સલામી આપવામાં આવશે. આઝાદીના 75 વર્ષ પછી પહેલીવાર એવું બનશે કે 21 તોપોની સલામીમાં સ્વદેશી તોપનો સમાવેશ કરવામાં આવશે. અત્યાર સુધી બીજા વિશ્વયુદ્ધની બ્રિટિશ પાઉન્ડર તોપથી 21 તોપોની સલામી આપવામાં આવતી હતી.

રાષ્ટ્રધ્વજને સ્વદેશી તોપોની સલામી
આ વર્ષે પ્રથમ વખત, લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં, વડાપ્રધાનને સ્વદેશી આર્ટિલરી બંદૂક 'અટગ'થી 21 તોપોની સલામી આપવામાં આવશે. આ વર્ષે લાલ કિલ્લા પર 21 તોપોની સલામીમાં છ બ્રિટિશ પાઉન્ડર ગન સાથે સ્વદેશી અટાગ તોપનો સમાવેશ થશે. 

DRDO  દ્વારા ટાટા અને ભારત-ફોર્જ કંપનીઓ સાથે મળીને એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ (Advanced Towed Artillery Gun System - ATAGS) વિકસાવવામાં આવી છે. 155 x 52 કેલિબરની આ ATAGS ગન લગભગ 48 કિમીની રેન્જ ધરાવે છે અને તે ટૂંક સમયમાં ભારતીય સેનાની આર્ટિલરીનો ભાગ બનવા જઈ રહી છે.

‘દેશી બોફોર્સ તોપ’
DRDO ની પુણે સ્થિત લેબ આર્મમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE) ને ભારત ફોર્જ લિમિટેડ, મહિન્દ્રા ડિફેન્સ નેવલ સિસ્ટમ્સ, ટાટા પાવર સ્ટ્રેટેજિક અને ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ દ્વારા વિકસાવવામાં આવી છે.

તેનું વિકાસ કાર્ય 2013 માં શરૂ થયું હતું અને પ્રથમ સફળ પરીક્ષણ 14 જુલાઈ 2016 ના રોજ કરવામાં આવ્યું હતું.

આ તોપનો ઉપયોગ અને વિશેષતા બોફોર્સ તોપ જેવી જ છે, તેથી તેને દેશી બોફોર્સ પણ કહેવામાં આવે છે.

એક મિનિટમાં સાત ગોળા  છોડી શકે છે
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તોપનો ઉપયોગ કરવાની પહેલ સ્વદેશી રીતે શસ્ત્રો અને દારૂગોળો વિકસાવવાની ભારતની વધતી ક્ષમતાનો પુરાવો હશે. ફંક્શન માટે તોપમાં કેટલાક ટેકનિકલ ફેરફારો કરવામાં આવ્યા છે. હોવિત્ઝર તોપ એક મિનિટમાં સાત ગોળા  છોડી શકે છે. તોપની મારક ક્ષમતા 45 કિલોમીટરની છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....

Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?

મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો

હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
Ahmedabad News: અમદાવાદમાં  સિનેમા, હોસ્પિટલ સહિત  BU પરમિશન વગરની 8  ઈમારતો સીલ

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા

Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર

Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર

Embed widget