GUJARAT POLITICS : મનીષ સીસોદીયાના આ નિવેદનથી કોંગ્રેસે કહ્યું કે AAP ભાજપની B ટીમ છે, જાણો શું છે સમગ્ર મામલો
GUJARAT POLITICS :આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠના આરોપ લગાવી રહી છે, તો બીજી બાજુ કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી રહી છે.

AHMEDABAD : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજેક આવી રહી છે તેમ તેમ રાજકીય નિવેદનબાજી વધી રહી છે. આ વખતે ગુજરાતના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કહી રહ્યાં છે કે રાજ્યમાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થશે જ નહિ. એક બાજુ આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠના આરોપ લગાવી રહી છે, તો બીજી બાજુ કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી રહી છે.
આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ : કોંગ્રેસ
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ બે જ વિકલ્પ હોવાનું નિવેદન આપ્યું. આ સાથે જ તેમણે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની લડાઈ છે.
મનીષ સિસોદિયાએ આ આપતા કોંગ્રેસે આપ ઉપર આકરા પ્રહારો કર્યા છે.ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, CBIની આગળની તપાસ રોકવા માટે મનીષ સિસોદિયાએ આવા નિવેદન કર્યા છે.
મનીષ દોશીએ કહ્યું કે દેશની સામે સૌથી મોટો પડકાર મોંઘવારી છે.આગામી સમયમાં અનેક રાજ્યોની ચૂંટણી આવી રહી છે. ભાજપની B ટીમ આપ છે તે સાબિત થાય છે.આ નિવેદન દર્શાવે છે કે આપ પાર્ટી ઈશારો કરી રહી છે કે હવે કાર્યવાહી ન કરશો. બંને પાર્ટીઓ ભાજપ અને આપ એકબીજા સાથે મળીને કામ કરે છે.આજે સીબીઆઇની કાર્યવાહી થઈ એટલે મનીષ સિસોદિયાને આ જ્ઞાન આવે છે.
2024ની લોકસભા ચૂંટણી અરવિંદ કેજરીવાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની લડાઈ હશે હશે : મનીષ સિસોદિયા
સીબીઆઈએ તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યાના એક દિવસ પછી, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ શનિવારે દાવો કર્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણી અરવિંદ કેજરીવાલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની લડાઈ હશે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર AAP સુપ્રીમોને ડરાવવા માટે તમામ પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરી રહી છે.
મનીષ સિસોદિયાએ કહ્યું કે નવી આબકારી નીતિ દિલ્હીમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે લાગુ કરવામાં આવી છે અને તેમાં કોઈ કૌભાંડ થયું નથી. દિલ્હીના ડેપ્યુટી સીએમએ કહ્યું, ભાજપ અરવિંદ કેજરીવાલને રોકવા માંગે છે, જેમના શિક્ષણ અને સ્વાસ્થ્ય પરના કામની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.
તેમણે મીડિયા બ્રીફિંગ દરમિયાન કહ્યું, 'મારા પરિવારને કોઈ અસુવિધા ન પહોંચાડવા માટે હું CBI અધિકારીઓનો આભાર માનું છું. તેઓ સારા અધિકારીઓ છે, પરંતુ તેમને દરોડા પાડવા માટે ઉપરથી આદેશો મળે છે.અરવિંદ કેજરીવાલ એવા છે કે જેમણે આ દેશના લોકોનો પ્રેમ જીત્યો છે અને 'રાષ્ટ્રીય વિકલ્પ' તરીકે ઉભરી આવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
