શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Corona Guideline : વધુ શહેરોમાં લાગી શકે છે નાઇટકર્ફ્યુ, રાત્રિ કર્ફ્યૂના સમયમાં પણ થઈ શકે વધારો

આવતી કાલે સવારે 6 વાગ્યે કોરોનાની ગાઇડલાઇનની અવધી પૂરી થઈ રહી છે. 24 કલાકમાં 100થી વધુ કેસ આવતાં હશે તેવા શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવાય તેવી શક્યતા છે. નાઇટકર્ફયુવાળા શહેરોમાં વધારો થઈ શકે છે.

અમદાવાદઃ ગુજરાત સરકાર આજે કોરોનાની નવી ગાઇડલાઇની જાહેરાત કરી શકે છે. આજે રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં વધુ નિયંત્રણ મુકવા કે નહીં તેના પર કોર કમિટીમાં વિસ્તૃત ચર્ચા થશે. રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો થશે કે નહીં તેના પર સૌની નજર છે. આ સિવાય લગ્ન પ્રસંગોમાં મહેમાનોની સંખ્યામાં ફેરફાર થશે કે નહીં તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. આવતી કાલે સવારે 6 વાગ્યે કોરોનાની ગાઇડલાઇનની અવધી પૂરી થઈ રહી છે. 

24 કલાકમાં 100થી વધુ કેસ આવતાં હશે તેવા શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવાય તેવી શક્યતા છે. જેને કારણે નાઇટકર્ફયુવાળા શહેરોમાં વધારો થઈ શકે છે. એટલું જ નહીં, રાત્રિ કર્ફ્યૂના સમયમાં પણ વધારો થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.  જોકે, સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં હાજર રહેનાર સભ્યોની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા નહીવત છે. 

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,485 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 10,310  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,86,476 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 88.51 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  13 મોત થયા. આજે 2,47,111 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 9837, સુરત કોર્પોરેશનમાં 2981,  વડોદરા   કોર્પોરેશનમાં 2823,  રાજકોટ કોર્પોરેશનમાં 1333,  સુરતમાં 728,  આણંદમાં 558, ભાવનગર કોર્પોરેશનમાં 529, ગાંધીનગર કોર્પોરેશનમાં 509, જામનગર કોર્પોરેશનમાં 471, વલસાડમાં 446, ભરૂચમાં 408, વડોદરામાં 371, મહેસાણામાં 354, કચ્છમાં 346, નવસારીમાં 297, ગાંધીનગરમા 225, મોરબીમાં 206, રાજકોટમાં 188, પાટણમાં 180, બનાસકાંઠામાં 174, સુરેન્દ્રનગરમાં 156, જૂનાગઢ કોર્પોરેશનમાં 129, અમરેલીમાં 128, જામનગરમાં 128, અમદાવાદમાં 120, પોરબંદરમાં 117, ખેડામાં 112, સાબરકાંઠામાં 111, પંચમહાલમાં 110, દાહોદમાં 82, તાપીમાં 70, ભાવનગરમાં 58, દેવભૂમિ દ્વારકામાં 45, ગીર સોમનાથમાં 40, જૂનાગઢમાં 30, મહીસાગરમાં 24, અરવલ્લીમાં 18, બોટાદમાં 15, નર્મદામાં 14, ડાંગ, 9, છોટા ઉદેપુરમાં 5 નવા કેસ નોંધાયા હતા.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 104888 કેસ છે. જે પૈકી 156 વેન્ટીલેટર પર છે, જ્યારે 1,04,732 નાગરિકો સ્ટેબલ છે. 8,86,476 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,199 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 13 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત  કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, ગાંધીનગરમાં એક, રાજકોટમાં એક, ખેડામાં એક દર્દીઓના મોત થયા હતા.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 18 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 429 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 6509 લોકોને પ્રથમ અને 28,491 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 32,710 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 76,785 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 38,492 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 63,677 લોકોને અપાયો છે.  આજે કુલ 2,47,111 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,58,29,203 લોકોને રસી અપાઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Custodial Death : ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી દર્શન ચૌહાણનું મોત, પોલીસે હાથ ધરી તપાસDakor Rape Case : ડાકોરની પરણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જલાલુદ્દીને ગુજાર્યું દુષ્કર્મMahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલPatidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
Embed widget