શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પછી આવ્યા સૌથી મોટા સમાચાર, જાણીને થઈ જશો ખુશ

ગુજરાતમાં હવે એક જિલ્લો એવો સામે આવ્યો છે, જે કોરોનાની બીજી લહેર પછી પહેલીવાર કોરોનામુક્ત બન્યો છે. અત્યારે ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી. અન્ય 9 જિલ્લા પણ કોરોનામુક્ત બની શકે છે.

અમદાવાદઃ ગુજરાતમાં હવે કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે. તેમજ મોટા ભાગના જિલ્લાઓ અને શહેરોમાં સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં પણ દૈનિક કેસો સતત ઘટી રહ્યા છે અને છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસો 100ની અંદર આવી રહ્યા છે. ત્યારે કોરોનાની બીજી લહેર પછી રાજ્યના લોકો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 

ગુજરાતમાં હવે એક જિલ્લો એવો સામે આવ્યો છે, જે કોરોનાની બીજી લહેર પછી પહેલીવાર કોરોનામુક્ત બન્યો છે. ગુજરાત સરકારના કોવિડ પોર્ટલ https://gujcovid19.gujarat.gov.in પર આપેલી માહિતી પ્રમાણે, અત્યારે ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી. 

ડાંગ ઉપરાંત અન્ય 9 જિલ્લા એવા છે, જે ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. તેની પાછળનું કારણ એવું છે કે, આ જિલ્લાઓમાં 10થી ઓછા એક્ટિવ કેસો છે. આ જિલ્લાઓની વાત કરીએ તો તાપીમાં 3, સુરેન્દ્રનગરમાં 5, સાબરકાંઠામાં 9, પાટણમાં 2, પંચમહાલમાં 6, નર્મદામાં 5, મોરબીમાં 2, દાહોદમાં 2 અને છોટાઉદેપુરમાં 3 એક્ટિવ કેસ છે.  

ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 76 કેસ નોંધાયા છે જ્યારે 3 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 190 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.  હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 2527 છે. જે પૈકી 11 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 190 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,11,169 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.47 ટકા છે. અત્યાર સુધીમાં 2,65,42,078 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. આજે કુલ 3,30,500 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. 

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 22 સુરત કોર્પોરેશનમાં 12, રાજકોટ કોર્પોરેશન 7, અમરેલી 4, વડોદરા કોર્પોરેશન 4, ગીર સોમનાથ 3, નવસારી 3, વડોદરા 3, બનાસકાંઠા 2, ભરુચ 2, જૂનાગઢ 2, મહેસાણા 2, વલસાડ 2 કેસ નોંધાયા છે. 

જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 272 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટ લાઇનવર્કર્સને પ્રથમ ડોઝ અને 10453 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45થી વધારેની ઉંમરના 53257 લોકોને પ્રથમ અને 91387 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં નાગરિકોની વાત કરીએ તો રાજ્યમાં રસીકરણનાં મોરચે 169932 લોકોને પ્રથમ ડોઝ અને 5199 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,30,500 લોકોને રસી અપાઇ ચુકી છે. ગુજરાતમાં કુલ 2,65,42,078 લોકોને અત્યાર સુધીમાં રસીકરણ થઇ ચુક્યું છે.

જો એક્ટિવ દર્દીની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2527 કુલ દર્દી છે. વેન્ટીલેટર પર 11 છે. 2516 લોકો સ્ટેબલ છે. 811169 લોકો ડિસ્ચાર્જ થયા છે. 10067 લોકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યા છે. કોરોનામાં આજે કુલ 3 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. સુરત અને અમદાવાદ કોર્પોરેશન સિવાય તમામ જિલ્લાઓમાં કોરોનાનો આંકડો સિંગલ ડિજીટમાં છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડશે
Weather Update: ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં આજે થયો મોટો ઘટાડો, જાણો MCX પર શું છે કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં આજે થયો મોટો ઘટાડો, જાણો MCX પર શું છે કિંમત 
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
દિલ્લી બ્લાસ્ટ મામલે ખુલાસા, આતંકી દાનિશના ફોનમાંથી મળ્યાં ચોંકાવનારા વીડિયો અને તસવીરો
દિલ્લી બ્લાસ્ટ મામલે ખુલાસા, આતંકી દાનિશના ફોનમાંથી મળ્યાં ચોંકાવનારા વીડિયો અને તસવીરો
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં શિક્ષણના નામે ફક્ત વાતો, અંગ્રેજી માધ્યમની એકપણ સરકારી શાળા નહીં
Gujarat BJP on Jignesh Mevani : કોંગ્રેસ MLA મેવાણી પર ભાજપના આકરા પ્રહાર
Surat News: માતા-પિતાના નામને કલંકિત કરતી ઘટના, સુરતમાં સગીરાને ધકેલી દેહવિક્રયના ધંધામાં
Gujarat Air Pollution: ગુજરાતના મહાનગરોની હવા બની ઝેરી !
Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડશે
Weather Update: ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં આજે થયો મોટો ઘટાડો, જાણો MCX પર શું છે કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં આજે થયો મોટો ઘટાડો, જાણો MCX પર શું છે કિંમત 
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
દિલ્લી બ્લાસ્ટ મામલે ખુલાસા, આતંકી દાનિશના ફોનમાંથી મળ્યાં ચોંકાવનારા વીડિયો અને તસવીરો
દિલ્લી બ્લાસ્ટ મામલે ખુલાસા, આતંકી દાનિશના ફોનમાંથી મળ્યાં ચોંકાવનારા વીડિયો અને તસવીરો
Sanchar Saathi App: સંચાર સાથી એપ મારફતે સરકાર તમારી કઈ-કઈ બાબતો પર રાખી શકે છે નજર?
Sanchar Saathi App: સંચાર સાથી એપ મારફતે સરકાર તમારી કઈ-કઈ બાબતો પર રાખી શકે છે નજર?
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
Embed widget