Gujarat Coronavirus Cases : ગુજરાતમાં કોરોનાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ
ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 26, સુરત કોર્પોરેશનમાં 16, રાજકોટ કોર્પોરેશનમાં 10 અને સુરત કોર્પોરેશનમાં 10 કેસો નોંધાયા હતા. આ સિવાયના તમામ જિલ્લાઓમાં 10થી ઓછા કેસો હતા.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે, ત્યારે ગઈ કાલે નવા કેસોને લઈને મોટા રાહતના સમાચાર સામે આવ્યા હતા. ગઈ કાલે ચાર જ જિલ્લામાં બે ડિજિટમાં કેસો આવ્યા હતા. બાકીના તમામ જિલ્લાઓમાં 10થી ઓછા કેસ નોંધાયા હતા. એમાં પણ 16 જિલ્લા તો એવા હતા કે, જ્યાં ગઈ કાલે એક પણ નવો કેસ નોંધાયો નહોતો.
ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 26, સુરત કોર્પોરેશનમાં 16, રાજકોટ કોર્પોરેશનમાં 10 અને સુરત કોર્પોરેશનમાં 10 કેસો નોંધાયા હતા. આ સિવાયના તમામ જિલ્લાઓમાં 10થી ઓછા કેસો હતા.
આ ઉપરાંત ગુજરાત માટે વધુ રાહતના સમાચાર એવા છે કે, રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 5 હજારની અંદર જતા રહ્યા છે. તેમજ 9 જિલ્લા તો એવા છે કે જ્યાં 10થી પણ ઓછા એક્ટિવ કેસો રહ્યા છે, ત્યારે આ જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આ જિલ્લાઓની વાત કરીએ તો ભરુચમાં 6, છોટાઉદેપુરમાં 4, દાહોદમાં 8, ડાંગમાં 1, મોરબીમાં 4, નર્મદામાં 8, પાટણમાં 5, સુરેન્દ્રનગરમાં 5 અને તાપીમાં 6 એક્ટિવ કેસ છે.
ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસ (Gujarat Corona Cases) 100થી નીચે નોંધાય તે દિવસો વધારે દૂર નથી. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 150થી ઓછા કેસ નોંધાયા હતા. ગુરુવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 129 નવા કેસ નોંધાયા હતા અને 2 લોકોના મોત થયા હતા.
હાલ રાજ્યમાં એક્ટિવ કેસ (Active Cases) 4427 છે. જેમાંથી 51 લોકો વેન્ટિલેટર પર છે. 4376 લોકોની હાલત સ્થિર છે. 808418 લોકો રાજ્યમાંથી કોરોનાને મ્હાત આપી ચુક્યા છ. જ્યારે 10042 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ (Recovery Rate) 98.24 ટકા થયો છે.
કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશનમાં 16, રાજકોટ કોર્પોરેશનમાં 10, સુરત 10, વડોદરા કોર્પોરેશનમાં 8, વડોદરા 7, ગીર સોમનાથ 5, ખેડા 5 વલસાડ 5, નવસારી 4, રાજકોટ 4, અમરેલી 3, ભરુચ 3, દેવભૂમિ દ્વારકા 3, જૂનાગઢ 3, આણંદ 2, જામનગર 2, જામનગર કોર્પોરેશન 2, જૂનાગઢ કોર્પોરેશન 2, કચ્છ 2, મહેસાણા 2, પંચમહાલ 2, ગાંધીનગર કોર્પોરેશન 1, પોરબંદર 1 અને સાબરકાંઠામાં 1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં આજે 24 જૂનના રોજ કોરોનાના નવા 129 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 2 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,22,887 થઇ છે અને મૃત્યુઆંક 10042 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 1 અને જુનાગઢ જિલ્લામાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,08,418 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.24 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 4427 થયા છે, જેમાં 51 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 4376 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.
રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,39,02,371 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણ (Vaccination in Gujarat) ના આંકડાઓ જોઈએ તો
1) 333 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 16992 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 63952 નાગરિકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 74,825 નાગરિકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 2,77,540 નાગરિકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 11014 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે.