શોધખોળ કરો

ગુજરાતમાં શાળાઓ બંધ કરવા મુદ્દે શિક્ષણ મંત્રીએ હાથ ખંખેર્યા, કોણ નિર્ણય લેશે પછી વિચારીશું એવું કહ્યું ? 

નવી  SOP જાહેર થશે ત્યારે પ્રાથમિક શિક્ષણમાં ઓનલાઇન શિક્ષણ માટે નિર્ણય કરાશે. રાજ્યમાં શિક્ષણ મુદ્દે નિર્ણય કેન્દ્ર સરકારની એસઓપીને ધ્યાન રાખીને કરાશે.

અમદાવાદઃ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે પત્રકાર પરીષમાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે નિર્ણય લેવાશે. શાળાઓમાં અપાતા ઓફલાઇન શિક્ષણ મુદ્દે સમયે સમયે નિર્ણય કરાશે. પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે જીતુ વાઘાણીએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. તેમણે કહ્યું કે, નવી  SOP જાહેર થશે ત્યારે પ્રાથમિક શિક્ષણમાં ઓનલાઇન શિક્ષણ માટે નિર્ણય કરાશે. રાજ્યમાં શિક્ષણ મુદ્દે નિર્ણય કેન્દ્ર સરકારની એસઓપીને ધ્યાન રાખીને કરાશે. રાજ્યની શાળાઓ ચાલુ રાખવી કે નહીં તે ક્ન્દ્રની એસઓપી પર નિર્ભર છે. 

કોરોના સંક્રમણ વધતાં સ્કૂલો બંધ કરવાની ઉઠી માંગ, જાણો હવે કોણે સ્કૂલો બંધ કરવાની માંગ?

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ તમામ વચ્ચે નાના ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે ગઈકાલે જ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ શિક્ષણમંત્રીને ઓફલાઈન શિક્ષણ બંધ કરવા રજૂઆત કરાઈ છે. ત્યારે જામનગર નગર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો સાથે આજે એબીપી અસ્મિતાએ ખાસ વાતચીત કરી હતી. 

ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ કહ્યું કે, મોટાભાગના પાડોશી રાજ્યોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં ખુબ મોટા પ્રમાણમાં કોરોના કેસો આવી રહ્યા છે જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ સંક્ર્ત્મિત થઇ રહ્યા છે. શિક્ષકો અને બાળકોને સંક્ત્મિત થતા અટકાવવાના હેતુથી અમે પણ સરકાર પાસે ઓફલાઈન શિક્ષણ બંધ કરવા રજૂઆત કરી છે.

શિક્ષક મેરામણ કારેથાએ કહ્યું કે, અમારી શાળાના બાળકો સ્લમ વિસ્તારમાંથી આવે છે. તેના ઘરે કે ત્યાં પણ પ્રોટોકોલ ના અમલ નથી થતા. રીસેશ સમયમાં બાળકોને અલગ રાખવા અઘરું છે. શાળાઓ ચાલુ રાખવામાં આવે તો શિક્ષકો અને બાળકો સંક્રમિત થવાના કેસો વધશે તેવું લાગે છે.

શિક્ષિકા પ્રીતીબેન જગડે કહ્યું કે, અમે બાળકોને માસ્ક આપીએ તો પણ બાળકો તે પહેરી નથી શકતા તે હકીકત છે. બાળકો પર સતત નજર રાખવી પડે છે. અત્યારે તો હજુ વાંધો નથી પરંતુ સંક્રમણ વધે તે પૂર્વે કોઈ પગલા લેવાય તે જરૂરી છે. અન્ય એક શિક્ષક એમ.ડી.બલોચ:શિક્ષકે કહ્યું કે, અત્યારે જે રીતે કેસો વધી રહ્યા છે તે પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા પાંખી જોવા મળે છે.

શિક્ષક એ.જે.કાસુન્દ્રાએ કહ્યું કે, નાના બાળકોને આપણે વેક્સીન આપી શકતા નથી. બાળકો ઘરે રહે તે જરૂરી છે. બાળકો માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવું જોઈએ અને ઓફલાઈન શિક્ષણ બંધ કરવું જોઈએ.

ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને રાજ્યની અનેક શાળામાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને કોરોનાના કેસો નોંધાયા છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેશે કે નહીં એ મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. સ્કૂલો બંધ કરવા અંગે સ્પષ્ટ જવાબ આપવાના બદલે તેમણે કહ્યું હતું કે, હાલમાં રાજ્યમાં ઓન લાઈન અને ઓફ લાઈન બંને પ્રકારના શિક્ષણની વ્યવસ્થા ચાલુ છે પણ ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી છે.

રાજ્યની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ અપાય છે ત્યાં કોરોનાના નિયમોનું પાલન નથી થતું. શાળાઓમા કોરોના નિયમોનું પાલન ન થવા મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, જ્યાં જ્યાં નિયમો નું પાલન ન થઈ રહ્યું હોય ત્યાં પાલન કરવા કડક સૂચનાઓ છે અને કોઈ નિયમો ન પાળે તે નહિ ચલાવી લેવાય. અલબત્ત અત્યાર સુધી કેટલી સ્કૂલો સામે પગલાં ભરાયાં તેન વિગતો તેણે નહોતી આપી.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે,  ભારતની બાળકો માટેની વેકસીન ખૂબ જ સેફ છે અને મને સંપૂર્ણ ભરોસો છે કે બાળકોને વેકસીન આપવાનો ટાર્ગેટ આપણે નિયત સમયે પૂર્ણ કરીશું. તેમણે કહ્યું કે, કોઈ પણ બાળક રસી લીધા વિના ન રહી જાય તેની ચિંતા રાજ્ય સરકારે કરવાની છે પણ વાલીઓને સલાહ છે કે ડરવાની જરૂર નથી પણ લડવાની જરૂરિયાત છે. ગયા વખતનો સમય અને આ વખતનો સમય અલગ છે તેથી પેનિક ઉભું ન કરીએ એ જરૂરી છે.

તેમણે દાવો કર્યો હતો કે, ગુજરાતમાં માત્ર 25 લાખ લોકો જ પ્રથમ ડોઝ લીધા વિનાના બાકી છે અને 26 લાખ લોકો જ રાજ્યમાં બીજા ડોઝમાં બાકી છે ત્યારે બહુ જલદી સો ટકા રસીકરણ થઈ જશે. કોરોના સામે ની લડાઈ માટે વેકસીન મહત્વની સાબિત થઈ છે તેથી સરકાર સો ટકા રસીકરણ કરાવવા માંગે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Cabinet Expansion: નાગપુરમાં મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ, જાણો કોણ-કોણ બન્યા મંત્રી 
Maharashtra Cabinet Expansion: નાગપુરમાં મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ, જાણો કોણ-કોણ બન્યા મંત્રી 
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
શું શિયાળામાં ભીંડો ખાવાનું ટાળવું જોઈએ ? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
શું શિયાળામાં ભીંડો ખાવાનું ટાળવું જોઈએ ? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maharashtra Cabinet Expansion : આજે મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓનો શપથગ્રહણ સમારોહBanaskantha Bull Hit : પાલનપુરમાં સાંઢે અડફેટે લેતા 21 વર્ષીય યુવક ઘાયલ, આંખ માંડ માંડ બચીThaltej Hit And Run case: ‘એ સુધરી જાય કાંતો મરી જાય..’દીકરાને બે હાથ જોડી રડતા રડતા કરી વિનંતીMorbi Car Accident CCTV : મોરબીમાં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Cabinet Expansion: નાગપુરમાં મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ, જાણો કોણ-કોણ બન્યા મંત્રી 
Maharashtra Cabinet Expansion: નાગપુરમાં મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ, જાણો કોણ-કોણ બન્યા મંત્રી 
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
શું શિયાળામાં ભીંડો ખાવાનું ટાળવું જોઈએ ? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
શું શિયાળામાં ભીંડો ખાવાનું ટાળવું જોઈએ ? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
'મોદી સરકારમાં બાંગ્લાદેશને જવાબ આપવાની ત્રેવડ જ નથી', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે હિંદુઓ પરના હુમલા અંગે ઉઠાવ્યા સવાલ
'મોદી સરકારમાં બાંગ્લાદેશને જવાબ આપવાની ત્રેવડ જ નથી', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે હિંદુઓ પરના હુમલા અંગે ઉઠાવ્યા સવાલ
સાવરકરના સમર્થનમાં એસપી! રાહુલ ગાંધીને કહ્યું- 'એક પણ ખોટો શબ્દ બોલતા પહેલા 100 વાર વિચારવું જોઈએ'
સાવરકરના સમર્થનમાં એસપી! રાહુલ ગાંધીને કહ્યું- 'એક પણ ખોટો શબ્દ બોલતા પહેલા 100 વાર વિચારવું જોઈએ'
આ લોકોએ ભૂલથી પણ મૂળા ન ખાવા જોઈએ, ફાયદાને બદલે થશે નુકસાન
આ લોકોએ ભૂલથી પણ મૂળા ન ખાવા જોઈએ, ફાયદાને બદલે થશે નુકસાન
AAP Candidates List: AAP એ 38 ઉમેદવારોની યાદી કરી જાહેર, કેજરીવાલ અને આતિશી આ બેઠક પરથી ચૂંટણી લડશે 
AAP Candidates List: AAP એ 38 ઉમેદવારોની યાદી કરી જાહેર, કેજરીવાલ અને આતિશી આ બેઠક પરથી ચૂંટણી લડશે 
Embed widget