Gujarat Election Result 2022: ગુજરાત વિધાનસભાના 5 સૌથી યુવા ધારાસભ્યમાં રિવાબા સહિત ત્રણ મહિલા, જાણો આંકડાકીય માહિતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ભાજપને ગુજરાતના ઈતિહાસમાં રેકોર્ડ બ્રેક 156 સીટો મળી હતી. કોંગ્રેસને 16, આમ આદમી પાર્ટીને 5, સમાજવાદી પાર્ટીને 1 અને અપક્ષને 3 બેઠક મળી હતી
Gujarat Assembly Election Results 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ભાજપને ગુજરાતના ઈતિહાસમાં રેકોર્ડ બ્રેક 156 સીટો મળી હતી. કોંગ્રેસને 16, આમ આદમી પાર્ટીને 5, સમાજવાદી પાર્ટીને 1 અને અપક્ષને 3 બેઠક મળી હતી. આવતીકાલે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિની તડામાર તૈયારીઓ થઈ રહી છે.
15મી વિધાનસભાના ધારાસભ્યોની વિગત
નવા ચૂંટાયેલા ધારાસભ્યો |
182 |
પુરુષ ધારાસભ્યો |
167 |
મહિલા ધારાસભ્યો |
15 |
ગુનાઇત ઇતિહાસ ધરાવતા |
40 |
ગંભીર પ્રકારના ગુના દાખલ થયા હોય તેવા |
29 |
મહિલા સામેના ગુના ધરાવતા |
4 |
હત્યાના પ્રયાસનો ગુનો ધરાવતા |
3 |
કરોડપતિ |
151 |
100 કરોડથી વધુ મિલકત હોય તેવા |
5 |
20 લાખથી ઓછી મિલકત ધરાવતા |
2 |
ફરીવાર ચૂંટાયેલા |
74 |
30 વર્ષથી ઓછી ઉમર ધરાવતા |
2 |
75 થી વધુ ઉમર ધરાવતા |
2 |
સાક્ષર |
7 |
12 સુધી શિક્ષણ લીધેલા |
86 |
પદવી ધરાવતા |
83 |
ડોક્ટરેટ |
6 |
5 સૌથી યુવા ધારાસભ્ય
- પાયલ કુકરાણી, નરોડા, ભાજપ (ઉ.વ.29)
- હાર્દિક પટેલ, વિરમગામ, ભાજપ (ઉ.વ.29)
- રિવાબા જાડેજા, જામનગર ઉત્તર, ભાજપ (ઉવ.32)
- માલતી મહેશ્વરી, ગાંધીધામ, ભાજપ (ઉ.વ. 34)
- ચૈતર વસાવા, દેડિયાપાડા, આમ આદમી પાર્ટી (ઉ.વ.34)
5 સૌથી મોટી ઉંમરના ધારાસભ્ય
- માનસિંહ ચૌહાણ, બાલાસિનોર, ભાજપ (ઉ.વ.72)
- જેઠાભાઈ ભરવાડ, શહેરા, ભાજપ (ઉ.વ.72)
- બાબુ જમના પટેલ, દસ્ક્રોઈ, ભાજપ (ઉ.વ.74)
- યોગશ પટેલ, માંજલપુર, ભાજપ (ઉ.વ.76)
- ગોવિંદભાઈ પરમાર, ઉમરેઠ (ઉ.વ.79)
ગુજરાત વિધાનસભાના આ ઉમેદવારો પાસે છે ડોક્ટોરેટ ડિગ્રી
- પટેલ હર્ષદભાઈ રણછોડભાઈ, સાબરમતી, ભાજપ
- ડો.કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોર, સંતરામપુર (એસટી), ભાજપ
- કિરિટકુમાર ચીમનલાલ પટેલ, પાટણ, કોંગ્રેસ
- ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, ધોરાજી, ભાજપ
- ડો.જયરામભાઈ છેમાભાઈ ગામિત, નિઝર (એસટી), ભાજપ
- મનીષ વકીલ, વડોદરા સિટી (એસસી), ભાજપ
આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ આવતીકાલે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સહિત નવા મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ માટે ત્રણ વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. શપથવિધિ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, ગુજરાતના સંસદસભ્યો ઉપરાંત મંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. શપથવિધિ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેનાર પ્રધાનમંત્રીના સ્વાગતની પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટથી હેલિપેડ ગ્રાઉન્ડ સુધી રોડ શો પણ કરે તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર રોડ પર માનવ મહેરામણ ઉમટે તે માટે સંગઠનના પદાધિકારીઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે. તો સાથે જ હેલિપેડ ગ્રાઉન્ડ પર સાધુ સંતો, ઉદ્યોગપતિઓ, કલાકારો ઉપરાંત અન્ય મહાનુભાવોને બેસવા માટે સ્ટેજ સહિત અલગ વ્યવસ્થા ગોઠવામાં આવી છે. કમલમથી પ્રદેશ સંગઠનના પદાધિકારીઓથી માંડીને જિલ્લા, તાલુકાના હોદ્દેદારોને શપથવિધીમાં હાજરી આપવા સૂચના અપાઈ છે. એટલુ જ નહીં, શપથવિધિ કાર્યક્રમ માટે ગાંધીનગરમાં મોટો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.