શોધખોળ કરો

Biparjoy cyclone: વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું ન કરવું,સરકારે જાહેર કરી ગાઈડલાઈન

Biparjoy cyclone: બિપરજોય વાવાઝોડા સંદર્ભે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જનહિતાર્થે સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વાવાઝોડાની પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તેની માહિતી લોકો માટે શેર કરી છે.

Biparjoy cyclone: બિપરજોય વાવાઝોડા સંદર્ભે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જનહિતાર્થે સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વાવાઝોડાની પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તેની માહિતી લોકો માટે શેર કરી છે. ગુજરાતના દરિયા કિનારે તા. ૧૪ અને ૧૫ જૂન ૨૦૨૩ દરમિયાન બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા રહેલી છે ત્યારે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જનહિતાર્થે સાવચેતીના પગલાં લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

વાવાઝોડાની આગમચેતીરુપે આ વાતોનું ધ્યાન રાખવું

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની યાદીમાં જણાવ્યાનુંસાર વાવાઝોડા પહેલાં નાગરિકોએ આગાહી માટે રેડીયો,ટી.વી. સમાચારો અને જાહેરાતોનાં સંપર્કમાં રહેવું, માછીમારોએ દરિયો ન ખેડવો, સલામત સ્થળે બોટને લાંગરવી, દરિયાકાંઠાના અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું, ઘરના બારી-બારણાં અને છાપરાનું મજબૂતીકરણ કરવું તેમજ ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડીયો જેવી તાત્કાલિક જરૂરીયાતની વસ્તુઓ ભેગી કરી તૈયાર રાખવી, જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટીકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો, વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા, જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું અને પ્રાણીઓને સલામત સ્થળે લઇ જવા.

વાવાઝોડા દરમિયાન નાગરિકોએ પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઉભા ન રહેવું, ઘરની બહાર નીકળવું નહીં, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, ઘરનાં તમામ બારી બારણાં બંધ કરી દેવા, ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.

આ ઉપરાંત વાવાઝોડા પછી નાગરિકોએ તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ બહાર નીકળવું, અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં, ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા, કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરવો,ખુલ્લા-છૂટા પડેલા વાયરોને અડકવું નહીં, ભયજનક અતિ નુકશાન પામેલ મકાનોને તાત્કાલિક ઉતારી લેવા, ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો તથા ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો વગેરે બાબતોનું ધ્યાન રાખવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે. 

ગુજરાત કોંગ્રેસ વિરોધ પક્ષ નેતા અમિત ચાવડા તરફથી પણ વાવાઝોડાને લઈને લોકોને અપીલ કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને લઈને આટલી તકેદારી રાખો!

વાવાઝોડા પહેલા

  1. સમાચારો અને સૂચનાઓ ઉપર ધ્યાન આપો.
  2. માછીમારોએ દરિયામાં જવું નહિ, સલામત સ્થળે બોટ લંગારવી.
  3. ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, દવાઓનો જથ્થો તૈયાર રાખો.
  4. દરિયાકાંઠે રહેતા લોકો તંત્રની સૂચના મુજબ સલામત સ્થળે ખસે.
  5. પાલતુ પશુઓને સલામત સ્થળે લઈ જાઓ,બાંધો નહિ.
  6. અફવાઓ ફેલાવશો નહિ અને ગરભરાટ કરશો નહિ.

વાવાઝોડા દરમિયાન

  1. ઘરની બહાર નિકળવું નહિ, બારી, બારણાં બંધ રાખો.
  2. જર્જરિત મકાન, ઝાડ, થાંભલા પાસે ઉભુ રહેવું નહિ.
  3. વીજ પ્રવાહ અને ગેસ કનેક્શન બંધ કરી દેવા.
  4. તંત્રની સુચના મળ્યા બાદ જ ઘરમાંથી બહાર નીકળો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Adani Group:  અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Adani Group: અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?Prshant Vajirani :ડોક્ટરના રિમાન્ડમાં મોટા મોટા ઘટસ્ફોટ, જાણો બીજે ક્યાં ક્યાં હતી સંડોવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Adani Group:  અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Adani Group: અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Sharia Law: શું એઆર રહેમાનની પત્ની તેમની મિલકત પર કરી શકે છે દાવો? જાણો આ વિશે શું કહે છે  શરિયા કાયદો
Sharia Law: શું એઆર રહેમાનની પત્ની તેમની મિલકત પર કરી શકે છે દાવો? જાણો આ વિશે શું કહે છે શરિયા કાયદો
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
Layoffs: આ દિગ્ગજ કંપની કરશે 4000 કર્મચારીઓની છટણી, જાણો કોણ થશે પ્રભાવિત?
Layoffs: આ દિગ્ગજ કંપની કરશે 4000 કર્મચારીઓની છટણી, જાણો કોણ થશે પ્રભાવિત?
Embed widget