શોધખોળ કરો
Advertisement
કમોસમી વરસાદના કારણે ટેકાના ભાવે મગફળીની ખરીદી મોકૂફ રાખવાનો ગુજરાત સરકારનો નિર્ણય
સીએમ રૂપાણીએ કહ્યું કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તેનો સર્વે કરી સરકાર તમામને વળતર આપશે.
અમદાવાદ: કમોસમી વરસાદ અને મહા વાવાઝોડાના પગલે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે. સરકારે 15 નવેમ્બર સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. વરસાદમાં મગફળી પલળે નહીં તેને ધ્યાને લઈ નિર્ણય લેવાયો છે. 15 નવેમ્બરથી એક મહિનાનું ખરીદી માટેનું સમયપત્રક બનાવવામાં આવશે. જે દરમિયાન ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરવામાં આવશે.
સીએમ રૂપાણીએ કહ્યું કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તેનો સર્વે કરી સરકાર તમામને વળતર આપશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી પાક વિમા અંતર્ગત વિમા કંપનીઓ ખેડૂતોને પૂરુ વળતર આપે તે અંગે રાજ્ય સરકારે કેંદ્ર સરકારમાં કરી રજૂઆત કરી છે.
મહા વાવાઝોડાના પગલે કૃષિ વિભાગે ખેડૂતોને સૂચના આપી છે કે, તૈયાર પાકની કાપણી હાલમાં મુલત્વી રાખે, સાથે ખરીફ પાકને હમણા પીયત ન કરવા સુચના આપી છે. કાપણી સહિત 20થી વધુ સુચનોની યાદી જાહેર કરી છે. સમસ્યાના ઉકેલ ખેતીવાડી અધિકારીના સંપર્ક માટે સુચન કર્યું છે.
‘મહા’ વાવાઝોડુ ત્રાટકે તે પહેલા રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને પાકને મોટું નુકશાન થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement