Surat News: સુરત જિલ્લામાં બનેલ વાહન ફિટનેસ સેન્ટરને લાગ્યા તાળા, વાહન માલિકો થઈ રહ્યા છે પરેશાન
સુરતમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા ગુજરાતના સૌથી મોટા અને સૌ પ્રથમ વાહન ફિટનેસ સેન્ટરની ફિટનેસ ખરાબ થઈ ખરાબ. ગત મેં મહિનાથી ફિટનેસ સેન્ટર બંધ હાલતમાં. વાહન માલિકોને પડી રહી છે ભારે હાલાકી. ફિટનેસ સેન્ટર ફરીથી શરૂ કરવા ઉઠી માંગ
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામે આવેલું છે રાજ્યનું સૌથી મોટું અને અત્યાધુનીક વાહન ફિટનેસ સેન્ટર. જેની ફિટનેસ પર સવાલ ઉઠ્યા. કારણ કે ફિટનેસ સેન્ટર મે મહિનાથી બંધ કરી દેવાયું. 15 કરોડના ખર્ચે 7 વર્ષ પહેલા બનાવાયેલું વાહન ફિટનેસ સેન્ટર જૂની પદ્ધતિ પ્રમાણે બનાવાયુ. અને હાલમાં RTOની તમામ સીસ્ટમ પ્રમાણે અપડેટ ન થતા બંધ કરી દેવાયું. જેના કારણે માંગરોળ, ઓલપાડ અને માંડવી તાલુકાના ટ્રાન્સપોટર્સને કામરેજના ઉંભેળ ગામે આવેલા ફિટનેસ સેટર પર જવું પડી રહ્યું છે. અને ખર્ચ વધી રહ્યો છે. ઉપરથી કામરેજ ટોલનાકાના કારણે ટોલ પણ ભરવો પડે છે. ત્યારે વાહન માલિકો માગ કરી રહ્યા છે કે જેમ બને તેમ જલ્દી ફિટનેસ સેન્ટરને શરુ કરવામાં આવે.