શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્ય સરકારે કોરોનાના ઈંજેક્શનના ભાવ નક્કી કરવા મુદ્દે કોર્ટમાં શું કરી રજૂઆત? જાણો શું કહ્યું ?
ગુજરાત મેડિકલ સર્વિસીસ લિમિટેડ જોડે 77 ઇન્જેક્શનનો સ્ટોક છે. એક અઠવાડિયામાં સિપ્લા બીજા સોથી દોઢસો ઇન્જેક્શન આપશે.
અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોનાના ક્રિટિકલ દર્દીઓ માટે કારગત ગણાતા ટોસીલીઝુમેબ ઇંજેક્શનના ભાવ બાબતે રાજ્ય સરકારે કોર્ટમાં કરેલા રિપોર્ટમાં રજૂઆત કરી છે કે, આ ઇંજેક્શનની આયાત કરવામાં આવે છે અને તેનો ભાવ નિયંત્રિત કરવાની રાજ્ય સરકારને સત્તા નથી.
80 mg, 200 mg અને 400 mgની માત્રામાં મળતાં આ ઇન્જેક્શનનો બજાર ભાવ અનુક્રમે ₹ 8112, ₹ 20274 અને ₹ 40,545 છે. રાજ્ય સરકારે આ ઇન્જેક્શન 80 એમજીના ₹ 6174, 200 એમજીના ₹15435 અને 400 એમજીના ₹ 30870 આપીને ખરીદ્યા છે.
20 માર્ચથી અત્યાર સુધીમાં રાજ્ય સરકારે ciplaને 4597 ટોસિલિઝુમેબ ઇન્જેશનનો ઓર્ડર આપ્યો છે. જેમાંથી સિપલાએ 2340 ઇન્જેશનની જ ડિલિવરી આપી છે. આ 2340માંથી 2243 ઇન્જેક્શન સરકારી અને અર્ધસરકારી હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. હાલ ગુજરાત મેડિકલ સર્વિસીસ લિમિટેડ જોડે 77 ઇન્જેક્શનનો સ્ટોક છે. એક અઠવાડિયામાં સિપ્લા બીજા સોથી દોઢસો ઇન્જેક્શન આપશે. આ ઈન્જેકશનનો ઉપયોગ ખાસ કિસ્સાઓમાં અને કડક મેડિકલ સુપરવિઝન હેઠળ થવો આવશ્યક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion