શોધખોળ કરો

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણી રદ થતાં ખળભળાટ, જાણો ક્યાં કારણોસર રદ થઈ જીત ?

શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીમાં થયેલી જીતને ગુજરાત હાઈકોર્ટે રદ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદઃ રૂપાણી સરકારના શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીમાં થયેલી જીતને ગુજરાત હાઈકોર્ટે રદ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. હાઈકોર્ટના જજ જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે આજે આપેલા મોટા ચુકાદામાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીતને રદ કરી દીધી છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અમદાવાદ જિલ્લાની ધોળકા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર અશ્વીન રાઠોડે આ જીતને પડકારતી અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે આ ચૂંટણીને રદ કરવાનો આદેશ આપતા ચૂડાસમાને મોટો ફટકો પડ્યો છે. ભાજપ માટે પણ શરમજનક સ્થિતfનું નિર્માણ થયું છે. આ કેસમાં કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે કરેલી અરજી પર બે વર્ષ ઉપરાંત ચાલેલી સુનાવણી બાદ હાઈકોર્ટે આ મોટો ચુકાદો આપ્યો છે. 2017માં વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ તરફથી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કોંગ્રેસ તરફથી અશ્વિન રાઠોડે ઉમેદવારી કરી હતી. પાતળા માર્જિનથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીત થઇ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ ચૂંટણીના ઈલેક્શન પિટિશનના રૂપે અશ્વિન રાઠોડે હાઇકોર્ટમાં પડકારીહતી. તેમણે ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે ભ્રષ્ટ આચરણ તેમજ મતગણતરીમાં પોસ્ટલ બેલેટની મતગણતરીમાં ગેરરીતિના આરોપ લગાવ્યા હતા. આ કારણોસર ચૂંટણી રદ્દ થવી જોઈએ તેમજ પોતાને વિજેતા જાહેર કરાવો જોઈએ એવી માંગણી રાઠોડે કરી હતી. હાઈકોર્ટે 429 પોસ્ટલ બેલેટ રદ કરવાનો નિર્ણય ગેરકાયદેસાર હોવાનો ચુકાદો આપ્યો છે. પોસ્ટલ બેલેટમાં મળેલા મતમાંથી 429 મત રદ થતાં ચુડાસમાને વિજેતા જાહેર કરાયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  

India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન

કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  

કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Advertisement
ABP Premium

વિડિઓઝ

North India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિGujarat Weather News: રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાયો પવન Watch VideoAhmedabad: પિતાની પ્રેમિકાએ બે માસૂમ બાળકીઓને દંડા વડે માર્યો માર્ય, જુઓ કાળજુ કંપાવનારા દ્રશ્યોKhyati Hospital Case: કુ‘ખ્યાત’ કાર્તિકનું પકડાવવું એક નાટક?| Kartik Patel | Abp Asmita | 18-1-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
આ 5 કમનસીબ ખેલાડીઓને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પરની ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રોકવામાં આવ્યું, આપ નેતાએ કહ્યું- અમારો અવાજ દબાવી નહીં શખે બીજેપી

Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ

Exclusive: 'જહાંગીરના રૂમમાં હાજર હતો હુમલાખોર, જો સૈફ સમયસર ન આવ્યો હોત તો', કરીના કપૂરનો ચોંકાવનારો ખુલાસો

Embed widget