શોધખોળ કરો

Ahmedabad : 'વ્યક્તિ ઘરે નોનવેજ ખાય તો તેને રોકી શકાય નહીં, પરંતુ ઘરે બેસીને દારૂ પીવે તો તેને રોકવાનો રાજ્ય સરકારને અધિકાર છે'

હાઈકોર્ટને દારૂબંધીનો કાયદો યોગ્ય છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર નહીં હોવાની એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી. વ્યક્તિ ઘરે નોનવેજ ખાય તો તેને રોકી શકાય નહીં પરંતુ ઘરે બેસીને જો દારૂ પીવે તો તેને રોકવાનો રાજ્ય સરકારને અધિકાર છે. કારણ કે, રાજ્યમાં દારૂબંધીનો કાયદો લાગુ છે, એવી એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી. 

અમદાવાદઃ દારૂબંધી મુદ્દે થયેલી વિવિધ પિટિશન પર હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂતકાળમાં જે કાયદો માન્ય હતો તે આજે અમાન્ય ઠેરવી શકાય, પરંતુ આવી રજૂઆત કરવા માટે અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં જવું પડે. હાઇકોર્ટ સમક્ષ દારૂબંધી હટાવવાની માંગણી ટકી શકે નહીં.

હાઈકોર્ટને દારૂબંધીનો કાયદો યોગ્ય છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર નહીં હોવાની એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી. વ્યક્તિ ઘરે નોનવેજ ખાય તો તેને રોકી શકાય નહીં પરંતુ ઘરે બેસીને જો દારૂ પીવે તો તેને રોકવાનો રાજ્ય સરકારને અધિકાર છે. કારણ કે, રાજ્યમાં દારૂબંધીનો કાયદો લાગુ છે, એવી એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી. 

અરજદારોની હાઈકોર્ટમાં રજૂઆત, ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે  કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નહીં. બહારના રાજ્યમાંથી દારૂ પીને ગુજરાતમાં આવવા પર પણ સરકારે રોક લગાવી છે, જે યોગ્ય નથી. જે રાજ્યમાં દારૂ પીવાની છૂટ છે ત્યાંથી દારૂ પીને રાજ્યમાં આવનારા લોકો સામે પણ કાર્યવાહી કરાય છે તે વ્યાજબી નથી. દારૂ પીધેલી સ્થિતિમાં રાજ્યમાં પ્રવેશ ગુનો બનશે તેવો નિયમ વ્યાજબી નહીં.

બીજા રાજ્યમાંથી દારૂ પીને ગાડીમાં પેસેન્જર સીટ પર બેસી આવતા લોકો સામે કાર્યવાહી યોગ્ય નહીં. ડ્રાઇવરે દારૂ પીધો હોય તો સરકાર કાર્યવાહી કરે પરંતુ આ પ્રકારની રોક વ્યાજબી નહીં. હાઇકોર્ટના ચીફ જસ્ટિસના વડપણવાળી બેંચે પૂછ્યું,  દારૂ પીધા પછી વ્યક્તિને તેની અસર કેટલો સમય રહેતી હોય છે? વ્યક્તિ કેટલો સમય નશામાં રહેશે એ સરકારે ક્યાંય જાહેર કર્યું છે ખરું? દારૂબંધી લાગુ કરવા પાછળનું કારણ શું તે કાયદાના વ્યાપ કે હેતુમાં ક્યાંય લખેલું છે ખરું?

અરજદારોની રજૂઆત છે કે, દારૂબંધીનો હેતુ કાયદામાં ક્યાંય જાહેર કરાયો નથી. એડવોકેટ જનરલે કહ્યું, જાહેર આરોગ્યની ચિંતા કરીને દારૂબંધી લાગુ કરવાનો હેતુ હતો. અરજદારોની રજૂઆત છે કે, constituent assemblyની ડિબેટ્સ માં પણ દારૂબંધી મુદ્દે સભ્યોમાં મતમતાંતર હતા.

બંધારણ સભાએ પણ પ્રોહીબિશન લાગુ કરવું કે નહીં એનો નિર્ણય રાજ્યો પર છોડ્યો હતો. દારૂબંધીના કાયદાને ઘણી જોગવાઈઓ મુદ્દે બોમ્બે હાઈકોર્ટ કેસ સુપ્રીમ કોર્ટે કોઈ નિર્ણય લીધા નથી તેવામાં આ હાઇકોર્ટને સત્તા છે કે આ મુદ્દા ઉપર નિર્ણય લે, તેવી અરજદારોની રજુઆત  કરી હતી. 

દારૂની વ્યાખ્યા મુદ્દે કોર્ટે  પૂછ્યા સવાલ, દારૂમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલુ હોય તો તેને intoxicating liquor ગણાય એ પણ સરકારે કાયદામાં જાહેર નહીં કર્યું હોવાનું ચીફ જસ્ટિસનું અવલોકન છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget