ગુજરાતમાં ઘરમાં બેસીને લોકો દારૂ પી શકે કે નહીં ? જાણો રૂપાણી સરકારે હાઈકોર્ટમાં શું કરી મોટી વાત ?
મહાત્મા ગાંધીજીના અહિંસા અને નશા મુક્તિના સૂત્રોને સાર્થક કરવાનો સરકારનો પ્રયાસ હોવાની પણ રજૂઆત કરી હતી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી યોગ્ય, દારૂબંધીના કાયદાનો ભંગ કરીને વ્યક્તિ પોતાના ઘરે બેસીને દારૂ પીવે તે પણ ચલાવી લેવાય નહીં, તેવી સરકારે રજુઆત કરી હતી.
અમદાવાદઃ રાજ્યમાં દારૂબંધીના કાયદાને પડકારતી અરજી ઉપર હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. રાજ્યના એડવોકેટ જનરલે દારૂબંધીને પડકારતી અરજી સામે પ્રાથમિક વાંધા ઉઠાવ્યા હતા. આ અરજીઓ હાઇકોર્ટ સમક્ષ ટકી શકે નહીં તેવી એડવોકેટ જનરલની રજૂઆત હતી. Right to privacy નો મુદ્દો ઉઠાવવો હોય તો અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે તેવી એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી.
રાજ્યમાં 6.75 કરોડની વસ્તીમાં માત્ર ૨૧ હજાર લોકોને હેલ્થ પરમીટ અપાયો હોવાની રજૂઆત કરાઈ છે. વિઝીટર અને ટુરીસ્ટ પરમીટ જેવી ટેમ્પરરી પરમીટ થઈને પણ રાજ્યમાં દર વર્ષે માત્ર 66000 લોકો જોડે જ પરમીટ ઉપલબ્ધ હોય છે તેવી રજૂઆત કરી હતી. રાજ્યમાં ઈકોતેર વર્ષથી દારૂબંધીનો કાયદો અમલમાં હોવાની પણ રજૂઆત કરાઈ હતી.
મહાત્મા ગાંધીજીના અહિંસા અને નશા મુક્તિના સૂત્રોને સાર્થક કરવાનો સરકારનો પ્રયાસ હોવાની પણ રજૂઆત કરી હતી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી યોગ્ય, દારૂબંધીના કાયદાનો ભંગ કરીને વ્યક્તિ પોતાના ઘરે બેસીને દારૂ પીવે તે પણ ચલાવી લેવાય નહીં, તેવી સરકારે રજુઆત કરી હતી.
ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર નવો બનેલ વૈષ્ણવદેવી ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુક્યો
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગઈકાલે રાત્રે જ અમિત શાહ અમદાવાદ પહોંચી ગયા છે. આજે અમિત શાહ અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
અમિત શાહના આજના ગુજરાતના પ્રથમ દિવસે અમદાવાદ ગાંધીનગર હાઈવે પર બનેલ વૈષ્ણવદેવી ફલાય ઓવરના લોકાર્પણ કર્યું છે અને હવે તેઓ ખોડીયાર કન્ટેનર જંકશન બ્રિજનુ લોકાર્પણ કરશે.
અમિત શાહનો આજનો કાર્યક્રમ
સવારે સવા નવ વાગ્યે અમિત શાહ અમદાવાદના બોડકદેવના પંડિત દીનદળાય ઉપાધ્યાય હોલ પર વેક્સિનેશન કેંદ્રની મુલાકાત લેશે. અડધો કલાકના કાર્યક્રમ બાદ અમિત શાહ પોણા દસ વાગ્યે વૈષ્ણદેવી ફ્લાયઓવરનું અને અંદાજે દસ વાગ્યે ખોડિયાર કંટેનર ફ્લાયઓવરનું લોકાર્પ કરશે.
બપોરે એક વાગ્યાની આસપાસ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર સર્કિટ હાઉસ પર પહોંચશે. જ્યાં અમિતશાહ રાજ્ય સરકારના મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરશે. જેમાં કોરોના સંક્રમણ કામગીરી, ત્રીજી લહેર અંગેના રાજ્યનું આયોજન અને રાજ્યની વિકાસ યોજના સંદર્ભે ચર્ચા કરશે.
સર્કિટ હાઉસ પર બેઠક પૂર્ણ કર્યા બાદ અમિત શાહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત માટે રાજભવન જાય તેવી શક્યતા છે.