Gujarat Weather: હવામાન વિભાગે જાહેર કર્યું નાઉ કાસ્ટ, આગામી 3 કલાકમાં અહીં ભારે પવન અને ગાજવીજ સાથે પડશે વરસાદ
અત્યાર સુધી રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે.
![Gujarat Weather: હવામાન વિભાગે જાહેર કર્યું નાઉ કાસ્ટ, આગામી 3 કલાકમાં અહીં ભારે પવન અને ગાજવીજ સાથે પડશે વરસાદ Gujarat Monsoon Meteorological department announced now cast heavy winds and thundershowers will occur here in next 3 hours Gujarat Weather: હવામાન વિભાગે જાહેર કર્યું નાઉ કાસ્ટ, આગામી 3 કલાકમાં અહીં ભારે પવન અને ગાજવીજ સાથે પડશે વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/8e6258daa5f32d627ad64ba43fc6b65c171879565841976_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Latest Gujarat Weather: રાજ્યમાં કાળઝાળ ગરમીમાં શેકાયા બાદ લોકો આતુરતાથી વરસાદની રાહ જોતા હતા. ત્યારે હવે ગુજરાતમાં (Gujarat) ચોમાસાનો (monsoon) પ્રારંભ થઈ ગયો છે. પરંતુ, આ શરૂઆત ધીમી ગતિએ થઈ છે. અત્યાર સુધી રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા નાઉ કાસ્ટ (weather department now cast) જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભારે પવન સાથે ગાજવીજ, છૂટાછવાયા વરસાદની આગાહી છે. આગામી ત્રણ કલાકમાં સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ભરૂચ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં આગાહી છે. જ્યારે દાહોદ, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, સુરત, તાપી, ડાંગ, જુનાગઢ, પોરબંદરમાં સામાન્ય વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ, આગામી પાંચ દિવસ રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે આગામી ત્રણ કલાકમાં સામાન્ય વાવાઝોડા અને વીજળી સાથે મહત્તમ 40 કિલોમીટર પવનની ઝડપ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાં જૂનાગઢ (Junagadh), ગીર સોમનાથ, અમરેલી (Amreli), ભાવનગર, સુરત (Surat), વલસાડ, દીવ અને દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ
રાજ્યમાં મંગળવારે 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં જૂનાગઢના વિસાવદરમાં 1 ઈંચ, વલસાડના ધરપુરમાં 1 ઈંચ, તો સુરેન્દ્રનગરના થાનગઢમાં 21 મી.મી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અંકલેશ્વર, રાજુલા, નવસારીના ખેરગામમાં પણ વરસાદ પડ્યો હતો.
20 જૂને અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 21 જૂને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)