શોધખોળ કરો

Crime: પાવાગઢ મંદિરના પૂજારી કહીને લોકોને લૂંટતી ટોળકી પકડાઇ, એક મહિલા સહિત ત્રણનો ખતરનાક કાંડ ખુલ્યો...

અમદાવાદમાં હાલના દિવસોમાં એક એવી ટોળકી સક્રિય થઇ હતી, જે લોકોને ધર્મ અને ભગવાનના નામે લૂંટનો શિકાર બનાવતી હતી

Gujarat News: અમદાવાદમાંથી ખાસ ઠગ્સ ગેન્સને પોલીસે ઝડપી પાડી છે, પકડાયેલી આ ગેન્ગ લોકોને પૂજારી બનીને ઠગાઇનો શિકાર બનાવતી હતી, જોકે, આ આખી ટોળકીને એલસીબી પોલીસ ઝડપી પાડી છે, જેમાં એક મહિલા સહિત ત્રણ આરોપીએ સામેલ છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં હાલના દિવસોમાં એક એવી ટોળકી સક્રિય થઇ હતી, જે લોકોને ધર્મ અને ભગવાનના નામે લૂંટનો શિકાર બનાવતી હતી. આ ટોળકી જ્યારે લોકોને લૂંટનો શિકાર બનાવતી હતી તે દરમિયાન પહેલા કહેતી હતી કે, અમે પાવાગઢ મંદિરના પૂજારી છીએ, અથવા તો ગરીબ નવાઝ દરગાહના ખાદીમ હોવાનું પણ કહેતી હતી. આમ કહીને લોકોનો પહેલા વિશ્વાસ કેળવતી હતી, જેમાં સરનામું પુછીને પરિચય કરીને ટાર્ગેટ કરતી હતી, આ ટોળકી સ્પેશ્યલ મૉડસ ઓપરેન્ડીથી લૂંટ ચલાવતી હતી, લોકોને પહેલા દાગીના ઉતારી લેવડાવીને બાદમાં ઝાડ કે થાંભલાને અડકવાનું કહેતી, તે સમયે ટોળકી લૂંટ ચલાવીને ફરાર થઇ જતી હતી. હાલમાં આ ટોળકીને ઝૉન 7 LCBની ટીમે પકડી પાડી છે, જેમાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓ સામેલ છે. 

ગાંધીનગરમાં પોલીસે કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટાકાંડનો કર્યો પર્દાફાસ

ગાંધીનગર એલસીબી પોલીસે કરોડોના ક્રિકેટ સટ્ટો જડપ્યો છે. નેશનલ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ગાધિનગરના રાંદેસણ વિસ્તારમાંથી પોલીસે મોટા પાયે ચાલતા ક્રિકેટ સટ્ટો જડપી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ઘટના સ્થળેથી મોબાઈલ, લેપટોપ સહિત રોકડ રકમ પણ મળી આવી છે. કરોડોના ક્રિકેટ સટ્ટા અંગે પોલીસની ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલું છે. મળતી માહિતી પ્રમાણે પોલીસે 17 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.  કરોડો રૂપિયાના સટ્ટા કાંડમાં પોલીસે ઘટના સ્થળેથી 4 લેપટોપ 50 જેટલા મોબાઈલ અને રોકડ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર સટ્ટાકાંડનું કનેક્શન દુબઈ સાથે જોડાયેલ હોવાની પોલીસને વિગતો મળી છે. પોલીસ આવતીકાલે પત્રકાર પરિષદ યોજી વધુ વિગતો આપશે

બાબરાના ધરાઈ ગામના ઉપસરપંચને લાંચ લેતા બોટાદ ACBએ ઝડપ્યો

બાબરાના ધરાઈ ગામમાં ફરિયાદીને ટાવર નાખવા માટે ઉપસરપંચ દ્વારા લાંચ માંગવામાં આવી હતી. ટાવર સામે ગ્રામ પંચાયત કાર્યવાહી નહીં કરવાની શરતે 3 લાખની ઉપસરપંચ દ્વારા લાંચ માંગવામાં આવી હતી. બોટાદ ACB દ્વારા રૂપિયા 1,20,000 ની લાંચ લેતા રંગે હાથે તેને ઝડપી લેવાયો હતો. બોટાદ એસીબીએ આરોપી ઉપસરપંચ પરેશ ઈશ્વરભાઈ કાપડિયા ઉપસરપંચની ધરપકડ કરી હતી. આ કામના ફરીયાદી ધરાઇ ગામે આવેલી જમીનમા ઈન્ડુસ કંપનીનો ટાવર ઉભો કર્યો હતો. ટાવરનુ ભાડું ફરીયાદીના ખાતામાં જમા થતું  હતું. ઈન્ડુસ કંપની ટાવરની જગ્યા ગેરકાયદેસર હોવાની ગ્રામ પંચાયત કચેરી ધરાઇ દ્વારા નોટિસ આપતાં ઈન્ડુસ કંપનીએ  ફરિયાદીને ભાડુ બંધ કરવા પત્ર પાઠવ્યો હતો. જેથી ફરીયાદીએ  આરોપીને રૂબરુ મળી ટાવર બાબતે ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી નહી કરવા વિનંતી કરી હતી. જેથી આરોપીએ રૂ .૩,૦૦,૦૦૦ ની માંગણી કરી હતી. રકઝકના અંતે  રૂ. 1,20,૦૦૦- લેવા સહમત થતા ફરીયાદીએ ટોલ ફ્રી-૧૦૬૪માં ફરીયાદ કરી હતી. જે બાદ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયા હતા. આરોપીને એ.સી.બી.એ ડીટેઈન કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી.     

આ પહેલા આજે એસીબીએ ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનમાં ડીસ્ટાફ એએસઆઈ મુકેશસિંહ અણદુસિંહને લાંચ લેતા ઝડપી લીધા હતા. તેમની પાસેથી લાંચની 60 હજારની રકમ મળી આવી હતી.કામના ફરિયાદીના કાકા ઉપર માણસા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશનનો ગુનો દાખલ થયો  હતો. જેને ગુનાના કામે હાજર કરી, માર ન મારવા અને જામીન ઉપર છોડવાના અવેજ પેટે આ કામના આરોપીએ રૂ.૬૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યોહતો. જેથી આજરોજ લાંચના છટકા દરમ્યાન ફરિયાદી સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ.૬૦,૦૦૦/- સ્વીકારી, પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત ગુનો કરેલ છે. ઉપરોકત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget