Gujarat Weather: ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે 5 દિવસ કરી કમોસમી વરસાદની આગાહી
બે દિવસ બાદ ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે. આજે અને કાલે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી માહોલ રહેશે. 12, 13 અને 14 એપ્રિલે અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં વરસાદ રહેશે.
Gujarat Weather Update: રાજ્યના ખેડૂતો માટે વધુ એક વાર માઠા સમાચાર છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ સામાન્ય માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાઈકલોનીક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે. 5 દિવસ કમોસમી વરસાદની આગાહી છે. બે દિવસ બાદ ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે.
આજે અને કાલે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી માહોલ રહેશે. 12, 13 અને 14 એપ્રિલે અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં વરસાદ રહેશે. અમદાવાદમાં ગતરોજ સિઝનનું સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 1 ડિગ્રી તાપમાન વધારો નોંધાશે. અગાઉ ભુજમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, આજે અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રી એ પહોંચી શકે છે. અમદાવાદમાં પણ વાદળછાયું અને વરસાદી માહોલ રહી શકે છે.
ગુજરાતમાં આખરે ઉનાળાએ અસલ મિજાજ બતાવવાનું શરૃ કરી દીધું છે. રવિવારે દિવસ દરમિયાન રાજ્યના 9 શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. ભૂજમાં 39.9 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોધાઇ હતી. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી ૩ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં તબક્કાવાર 2-3 ડિગ્રીનો વધારો થઇ શકે છે. આ પછી બે દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. ' ગુજરાતમાં ગરમીમાં વધારાની સાથે માવઠાની સંભાવના પણ હજુ યથાવત્ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બુધવારે પોરબંદર-જામનગર-દ્વારકા-કચ્છ જ્યારે ગુરુવારે બનાસકાંઠા-સાબરકાંઠા-ગીર સોમનાથ-પોરબંદર-જુનાગઢમાં હળવો વરસાદ પડી શકે છે. આગામી ૩ દિવસ અમદાવાદમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની આગાહી છે.
આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ
અઠવાડિયાની રાહત બાદ ઉનાળાએ ફરી પોતાના રંગ બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગે રવિવાર અને મંગળવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. હવે આગાહી બદલાઈ ગઈ છે. IMD એ જણાવ્યું છે કે અઠવાડિયાના અંત સુધીમાં હરિયાણા અને ઉત્તરપૂર્વ રાજસ્થાનમાં ચક્રવાતની રચના થવાની આશા હતી, હવે તેની શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી તેલંગાણા, તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દેશના અન્ય ભાગોમાં વરસાદની ખાસ સંભાવના નથી.
આ પણ વાંચોઃ
દિલ્હીમાં આ વર્ષનો સૌથી ગરમ દિવસ, આ 10 રાજ્યોમાં વધશે પારો; 34 ડિગ્રીને પાર