Gujarat Weather Update: રાજ્યમાં કમોસમી વરસાદથી મળશે આંશિક રાહત, અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ગરમી
Gujarat Weather Update: આવતીકાલથી તાપમાનનો પારો ઉંચકાવાની શરૂઆત થશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 3 થી 4 ડિગ્રી વધશે અને આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.
Gujarat Weather Updates: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આવતીકાલથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. સાયક્લોનિક સિર્ક્યુલેશન સાઉથ રાજસ્થાન તરફ જતા રાહત મળશે, જોકે આજે સૌરાષ્ટ્ર માં સામન્ય વરસાદની સંભાવના છે. પોરબંદર,રાજકોટ અને દ્વારકામાં આજે વરસાદ પડી શકે છે. આવતીકાલથી તાપમાનનો પારો ઉંચકાવાની શરૂઆત થશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 3 થી 4 ડિગ્રી વધશે અને આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.
દેશના ઘણા વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસા આજે પણ ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે. આજે (6 એપ્રિલ) રાજસ્થાન, હરિયાણાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આજે રાજસ્થાનના ભદ્ર, સાદુલપુર, પિલાની, કોટપુતલી, વિરાટનગર અને હરિયાણાના સિવાની, લોહારુ, મહેન્દ્રગઢ, નારનૌલ વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ફતેહાબાદ, આદમપુર, હિસાર, બાવળ અને રાજસ્થાનના તિજારા, અલવર, ઝુંઝુનુમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં હવામાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની અપેક્ષા નથી.
બરફ પડવાની શક્યતા
હવામાન વિભાગ વિભાગ અનુસાર, 7 એપ્રિલે મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના પાટનગરમાં આજે હવામાન સ્વચ્છ રહેશે. ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી અને પિથોરાગઢ વિસ્તારોમાં ખૂબ જ હળવા વરસાદ સાથે હિમવર્ષા થવાની સંભાવના છે. આ સાથે રાજ્યમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યના કારાગહાલી કોપ્પાલુ, મુદાલકોપ્લુ, કૃષ્ણરાજનગરા અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ રહ્યો છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરની ગુરેઝ ઘાટીમાં મોડી રાત્રે હળવો હિમવર્ષા થઈ હતી, ગુલમર્ગમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જોકે, આગામી કલાકોમાં સુધારાની શક્યતા છે.
મુખ્યમંત્રી કાર્યાલયમાંથી વધુ એક અધિકારીની હકાલપટ્ટી
ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી વધુ એક અધિકારીને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયના OSD વી.ડી. વાઘેલાને ફરજ મુક્ત કરાયા છે. હિતેશ પંડ્યા બાદ વી ડી વાઘેલાને મુખ્યમંત્રી કાર્યાલયની કામગીરીથી મુક્ત કરાયા છે. મહાઠગ કિરણ પટેલ સાથે સંકળાયેલા અમિત પંડ્યાના પિતા અને મુખ્યમંત્રી કચેરીમાં આસિસ્ટન્ટ પીઆરઓ તરીકે વર્ષોથી ફરજ બજાવતાં હિતેશ પંડ્યાની હકાલપટ્ટી પછી વધુ એક અધિકારીની હકાલપટ્ટીથી અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે.