Har Ghar Tiranga Yatra: અમદાવાદમાં 'હર ઘર તિરંગા યાત્રા'નો આજથી શરૂઆત, અમિત શાહ બતાવશે લીલી ઝંડી
Har Ghar Tiranga Yatra:કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે અમદાવાદમાં 'હર ઘર તિરંગા યાત્રા'નો પ્રારંભ કરાવશે
Har Ghar Tiranga Yatra: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે અમદાવાદમાં 'હર ઘર તિરંગા યાત્રા'નો પ્રારંભ કરાવશે. એક સત્તાવાર નિવેદન અનુસાર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મંગળવારે અમદાવાદમાં ભાજપની 'હર ઘર તિરંગા યાત્રા'ને લીલી ઝંડી આપશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતીય ધ્વજના પ્રદર્શનના માધ્યમથી રાષ્ટ્રીય ગૌરવ અને એકતાને પ્રોત્સાહન આપવાનો છે અને અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં 'હર ઘર તિરંગા યાત્રા'નો સાંજે 4.30 વાગ્યે શરૂ થશે.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
— BJP Gujarat (@BJP4Gujarat) August 12, 2024
🕔 આવતીકાલે સાંજે 5:00 કલાકે
લાઈવ નિહાળો:
* https://t.co/dSqhPS9ngD
* https://t.co/k3tr0N9Xn4
* https://t.co/gDXaSM7jQg… pic.twitter.com/064EIXdL3P
ભાજપે શરૂ કર્યું 'હર ઘર તિરંગા અભિયાન'
આ અભિયાન દેશભક્તિ અને રાષ્ટ્રીય ઓળખની ભાવનાને મજબૂત કરવા સાથે નાગરિકોને તેમના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક વ્યાપક અભિયાન પહેલનો એક ભાગ છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશભરમાં 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કર્યું છે. આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે નાગરિકોને દરેક ઘર, દુકાન અને ઓફિસ પર તિરંગો ફરકાવવા વિનંતી કરી હતી.
તિરંગા સાથે સેલ્ફી અપલોડ કરી કે નહીં?
— BJP Gujarat (@BJP4Gujarat) August 13, 2024
🇮🇳 હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘર પર તિરંગો લહેરાવો અને સેલ્ફી લઈ https://t.co/GZaq5UNxmo પર અપલોડ કરો. #HarGharTiranga #HGTGujarat #તિરંગા_યાત્રા #TirangaYatra pic.twitter.com/K3F0JMDuN5
પીએમ મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અપીલ કરી હતી
અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના 'હર ઘર તિરંગા' અભિયાનના ભાગ રૂપે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસરે નાગરિકોને તેમના ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અપીલ કરી હતી. 28 જૂલાઈના રોજ 112મી 'મન કી બાત'માં વડાપ્રધાન મોદીએ તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે 'હર ઘર તિરંગા' અભિયાનમાં ભાગ લેવા આહવાન કર્યું હતું.
તે ક્યારે શરૂ થયું?
'હર ઘર તિરંગા' એક અભિયાન છે જે આઝાદી કા અમૃત મહોત્સવનો એક ભાગ છે. ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણીમાં લોકોને તિરંગો ઘરે લાવવા અને તેને ફરકાવવા પ્રોત્સાહિત કરવા માટે 2021માં તે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અભિયાન પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.