અમદાવાદ-ગોધરા હાઈવે પર સર્જાયો અકસ્માત, ગુજરાત સકારના મહિલા મંત્રીએ ગાડી ઊભી રાખી કરી મદદ
અમદાવાદ ગોધરા હાઇવે પરથી પસાર થતા હતા એ સમયે અકસ્માતમા ઘવાયેલા લોકોને હોસ્પિટલ પહોંચ્યા. આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારે પોતાની ગાડી ઊભા રખાવી મદદ કરી હતી.
![અમદાવાદ-ગોધરા હાઈવે પર સર્જાયો અકસ્માત, ગુજરાત સકારના મહિલા મંત્રીએ ગાડી ઊભી રાખી કરી મદદ health minister of state Nimisha Sudhar help to accident victims on Ahmedabad Godhara higwya, sifted hospital અમદાવાદ-ગોધરા હાઈવે પર સર્જાયો અકસ્માત, ગુજરાત સકારના મહિલા મંત્રીએ ગાડી ઊભી રાખી કરી મદદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/14/5f3032abe9ee49a9ee9648e8f1f90262_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારની માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદ ગોધરા હાઇવે પરથી પસાર થતા હતા એ સમયે અકસ્માતમા ઘવાયેલા લોકોને હોસ્પિટલ પહોંચ્યા. આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારે પોતાની ગાડી ઊભા રખાવી મદદ કરી હતી. પોતાની ગાડીમાં દર્દીને બેસાડીને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં મદદ કરી. રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર ગાંધીનગરથી પોતાના મત વિસ્તારમાં જતા રસ્તામાં દુર્ઘના બની હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, નિમિષાબેન સુથારે અકસ્માત જોતાં તેમણે ગાડી ઉભી રખાવી હતી. એટલું જ નહીં, તેમને પોતાની ગાડીમાં સારવાર માટે લઈ ગયા હતા. આ પહેલા તેમણે જાતે ફોન કરીને હોસ્પિટલમાં ઘાયલોને સારવાર માટેની તૈયારી કરવાની સૂચના પણ આપી હતી.
ખેડાઃ ગુજરાતમાં આજે બે અલગ અલગ અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા છે. ખેડામાં કપડવંજના સુલતાનપુર પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે. કપડવંજ નિરમાલી રોડ પર સુલતાન પુર પાટિયા પાસે પિઆગો અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને કપડવંજ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
Dahod : ઝાલોદ હાઈ વે પર ટ્રકની અડફેટે બે વિદ્યાર્થિનીઓના મોત, ચાલક ટ્રક મૂકી ફરાર
દાહોદઃ લીમખેડા ઝાલોદ હાઈવે રોડ પર મોટા હાથીધરા નજીક અકસ્માત સર્જાયો છે. ટ્રક ચાલકે તિર્થ ઇન્ટરનેશનલ સ્કુલ લીમખેડામાં અભ્યાસ કરી ચાલીને પરત ઘરે જતી બે વિધાર્થિનીઓને અડફેટે લેતા મોત નીપજ્યા છે. ટ્રકે બાઈકને ટક્કર મારી રાહદારી બે વિદ્યાર્થિનીઓને અડફેટે લેતા બંન્નેના મોત નીપજ્યા છે. અકસ્માત થતા આસપાસ ના લોકો ટોળા ઉમટી પડ્યા છે. ટ્રક ચાલક અકસ્માત કરી ટ્રક મૂકી ફરાર થયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી બંન્ને વિધાર્થિનીઓ મૃતદેહને પી.એમ. અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણઃ પાટણના ચંદ્રુમાણા પાસેનું નર્મદા કેનાલમાં પિતરાઈ ભાઈ બહેન ડુબી જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. 15 કલાકથી વધુનો સમય વિતવા છતાં પિતરાઈ ભાઈ બહેનનો કોઈ પત્તા લાગ્યો નથી. ગઇ કાલે સાંજના સમયે નર્મદા કેનાલ પર પિતરાઈ ભાઈ બહેન ડૂબ્યાં હતા. કેનાલ લાગેલા મશીનમાં છાણ નાખતા ભાઈનો પગ લપસ્યો હતો, જેથી તે કેનાલમાં ગરકાવ થઈ ગયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)