શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં હજુ કેટલા દિવસ ગરમી રહેશે? હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો વિગત
હવામાન વિભાગે અમદાવાદમાં આજે અને આવતીકાલે બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. શુક્રવારે ગુજરાતનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર નોંધાયું હતું, આ સાથે જ સુરેન્દ્રનગર શુક્રવારે સૌથી હોટેસ્ટ જિલ્લો બન્યો હતો.
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુજરાતમાં તાપમાનનો પારો 40થી 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગે અમદાવાદમાં આજે અને આવતીકાલે બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. શુક્રવારે ગુજરાતનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર નોંધાયું હતું, આ સાથે જ સુરેન્દ્રનગર શુક્રવારે સૌથી હોટેસ્ટ જિલ્લો બન્યો હતો.
અમદાવાદ હવામાન વિભાગે કરી વધુ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ તથા ત્રણ દિવસ યલો એલર્ટની આગાહી કરી છે. ઉત્તરીય અરબી સમુદ્રમાં રચાયેલા હાઈ પ્રેશરથી ગરમીમાં વધારો થયો છે. આગામી ચાર દિવસ ગરમી 45 ડિગ્રી રહેવાની હવામાન વિભાગની આગાહી કરી છે. જેને લઈને ગુજરાતમાં અમદાવાદ સહિત 10 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થઈ ગયો છે.
બોટાદમાં શુક્રવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ પડ્યો હતો. તો કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલની સમસ્યા જોવા મળી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો જ્યાં પવન સાથે વરસાદ પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement