શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હજુ બે દિવસ હિટવેવ ચાલુ રહેવાની આગાહી, અમદાવાદમાં કેટલા ડિગ્રી હતું તાપમાન, જાણો વિગત
અમદાવાદઃ હિટવેવનું જોર યથાવત્ રહેતાં અમદાવાદ સહિત ગુજરાતનાં 9 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સમગ્ર ગુજરાતમાં 43 ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. રવિવાર સુધી ગુજરાતમાં હિટવેવનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. ત્યાં સુધી ગરમીમાંથી રાહત નહીં મળે. રવિવાર બાદ 1થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, અમદાવાદમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેના કારણે અમદાવાદમાં ગરમીનો પારો ઉપર જોવા મળ્યો હતો. ગરમીના કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. તાપમાનમાં વધારો થતાં લોકોએ દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો.
ખાસ કરીને બપોરનાં 1થી સાંજનાં 5 વાગ્યા સુધી માથું ફાડી નાખે તેવી ગરમી પડે છે. આગામી બે દિવસ અમદાવાદ સહિત ગુજરાતમાં ગરમીનું જોર યથાવત્ રહ્યા બાદ ગરમીથી રાહત મળી શકે છે. હિટવેવની અસરોથી અમદાવાદ સહિત રાજ્યનાં 9 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 43 ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion