શોધખોળ કરો

Rain Update:અમદાવાદમાં કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ, રસ્તા થયા જળમગ્ન, ટ્રાફિક જામ

Ahmedabad News:અમદાવાદમાં આજ બપોરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ તૂટી પડતાં આલહાદાયક વાતાવરણ સર્જાયુ હતું.

Ahmedabad News:અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે કાળા ડિંબાગ વાદળો વચ્ચે મેઘમહેર જોવા મળી, બપોરના સમયે ઘેરા વાદળો વચ્ચે વરસાદ તૂટી પડતાં વિઝિબિટીલીટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોએ વાહનોની ગતિ ધીમી કરવાની ફરજ પડતાં રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે ટ્રાફિર અવરોધાયો હતો. અમદાવાદ શહેરમાં સતત  ત્રીજા દિવસે વરસાદ વરસતા વાતાવરણ ખુશનૂમા બન્યુ છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અમદાવાદ શહેરમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો.

અડધા કલાકના વરસાદમાં અનેક વિસ્તારમાં  પાણી ભરાયા છે. શહેરના એસજી હાઈવે, વૈષ્ણોદેવી સર્કલ, ગોતા, સોલા, પકવાન, નવરંગપુરા, અખબારનગર, રાણીપ, વાડજ, થલતેજ, સાયન્સ સિટી, શેલા, શીલજ બોપલ, પૂર્વના શાહીબાગ, મણિનગર, પાલડી, મેઘાણીનગરમાં વરસાદ વરસતાં અનેક રોડ પાણી પાણી થઇ ગયા છે.  હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી 25 ઓગસ્ટથી વરસારનું જોર વધશે,. અમદાવાદમાં પણ 25થી 28 વચ્ચે વરસાદનું પ્રમાણ વધશે અને ઓગસ્ટના અંત સુધી મધ્યમ વરસાદ વરસતો રહેશે.

બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવાની છે. તેમજ રાજસ્થાન પર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ બંને સિસ્ટમ મજબૂત બનશે તેથી ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે. આ સિસ્ટમના કારણે  ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના  વિસ્તાર વરસાદનું પ્રમાણ વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 27 ઓગસ્ટ બાદ ફરી વરસાદ વધશે. ઉલ્લેખનિય છે કે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.

આગામી 24 કલાકમાં કયાં વરસશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 24 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા,અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, સૌરાષ્ટ્રના રાજકોટ, ઉપલેટા, જૂનાગઢ, મોરબી સુરેન્દ્રનગરમાં પણ વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આગામી 3થી 4 દિવસ પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ રહેશે. ઉલ્લેખનિય છે કે,ગુજરાતમાં હાલ સાવર્ત્રિક વરસાદની સ્થિતિ છે. હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. 

26 ઓગસ્ટથી કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ બંને સિસ્ટમના કારણે 26 ઓગસ્ટ બાદ  ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ 28 બાદ વરસાદ થોડો ધીમો પડશે પરંતુ ઓગસ્ટના અંત સુધી ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસતો રહેશે.આજના દિવસમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ વરસ્યો, આજે આઠ તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો, આજે વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 4.13 ઈંચ વરસાદ વરસ્યો જ્યારે આજે પારડીમાં ખાબક્યો 3.5 ઈંચ,ભેંસાણમાં  સાડા ત્રણ ઈંચ,ખેરગામમાં  ઈંચ સહિત કુલ 108 તાલુકામાં  વરસાદ વરસ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget