અમદાવાદ શહેરમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના સાયન્સ સીટી, બોપલ, ઘૂમા, એસ.જી હાઈવે સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો.
અમદાવાદ: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના સાયન્સ સીટી, બોપલ, ઘૂમા, એસ.જી હાઈવે સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો.
રાજ્યમાં વાતાવરણને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ રહેશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 48 કલાક વરસાદી માહોલ રહેશે. કેરળમાં ચોમાસાના આગમન થઇ ચૂક્યું છે. ચોમાસાની સ્થિતિ સાનુકૂળ રહેશે તેવું અનુમાન હવામાન વિભાગે દર્શાવી રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસુ મોડું બેસવાની વાત કરી છે. આ વર્ષે ચોમાસુ 20 જૂન પછી બેસવાની આગાહી કરાઈ છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની પણ વાત કરી છે. કેરળમાં આજથી ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. અને આ વર્ષે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના સામાન્ય દર્શાવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ સામાન્ય વરસાદ રહેશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ સુધી ગુજરાત સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓ અને શહેરોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે તેમજ વાતાવરમાં ફેરફાર સાથે પવન સાથે વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું જોવા મળી શકે છે તેમજ હળવા પવન સાથે વરસાદ પડી શકે છે.
પ્રિ-મોન્સુન એક્ટિવિટીને પગલે ભરૂચ, તાપી, આહવા, ડાંગ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમજ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જેવા શહેરોમાં પણ વાતાવરણની અસરને પગલે વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ વખતે કેરળમાં બે દિવસ મોડું ચોમાસું બેઠું છે પરતું હવે જ્યારે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચુંકી છે ત્યારે પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થતા હવે ચોમાસાની રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્રમાં 13 થી 15 જૂન સુધી વરસાદનું આગમન થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.