શોધખોળ કરો
Advertisement
અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, જાણો વિગત
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે.
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં ગોતા, રાણીપ, ચાંદલોડિયા, સરખેજ, પ્રહલાદનગર, ચાંદખેડા, મોટેરા, મેમનગર, નરોડા, મેમકો ઓઢવ, સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 28 ઓગસ્ટે અમદાવાદમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લામાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ગોધરામાં 3.12 ઈંચ, મોરવાહડફમાં 3.16 ઈંત, દાહોદ અને ક્વાંટમાં 3-3 ઈંચ, પાવીજેતપુર, બોડેલી, ભિલોડા, ધનસુરા ડભોઈ, વડોદરામાં 2-2 ઈંચ, શહેરામાં 1.8 ઈંચ, જાંબુઘોડામાં 1.6 ઈંચ, કાલોલમાં 1.5 ઈંચ, બાયડ અને માલપુરમાં 1.5 ઈંચ, ઘોઘંબામાં 1.4 ઈંચ અને હાલોલમાં 1.3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
છેલ્લા 24 કલાકમાં મોડાસા, મેઘરજ, ગરબાડા, ઝાલોદ, દેવગઢબારિયા, ધાનપુર, ફતેપુરા, લીમખેડા, ડેસર અને સિંગવડ સહિતના ગુજરાતના અનેક વિસ્તારોમાં 1થી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
આખી સુરતમાં ધીમી ધારે વરસાદ વરસતાં શહેરમાં નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. સુરતમાં આખી રાત એચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જોકે વહેલી સવારે ધોધમાર વરસાદે ખાબક્યો હતો.
ગુજરાતમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વધુ અસર જોવા મળશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર આનંદ ખેડા, દાહોદ અને વડોદરા સહિત અન્ય શહેરોમાં ભારે વરસાદ પડશે. તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement