શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કઈ તારીખે કઈ-કઈ જગ્યાએ પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ? જાણો લેટેસ્ટ માહિતી
નૈઋત્ય પવન સાથે વરસાદ ગુજરાત તરફ આવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગામી પાંચ દિવસ ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદઃ મોડી રાત્રે અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના અરવલ્લી, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. નૈઋત્ય પવન સાથે વરસાદ ગુજરાત તરફ આવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગામી પાંચ દિવસ ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આ આગાહી પ્રમાણે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી જોવા મળી રહી છે. હવે ચોમાસું ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેની અસર આગામી 27મી તારીખ સુધી સારી જોવા મળી રહેશે. ચોમાસું દક્ષિણ અને પૂર્વ ભારતથી પશ્ચિમ તરફ આવી રહ્યું છે.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે.
અમદાવાદમાં આજથી એટલે કે, 23મી જુનથી 27 જુન સુધી સારો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે જેની શરૂઆત રવિવાર રાતથી જ જોવા મળી હતી. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના દરિયા કિનારે માછીમારી કરતા માછીમારો માટે દરિયો સુરક્ષિત હોવાનું જણાવ્યું છે. પરંતુ દરિયાની મધ્યમાં ના જવાની સલાહ આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement