રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર વધશે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Rain: હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર વધશે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજની આગાહી
આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા સાથે યેલો એલર્ટ છે.
૬ સપ્ટેમ્બરની આગાહી:
૬ સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટની શક્યતા છે. જ્યારે પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગરમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
૭ સપ્ટેમ્બરની આગાહી:
૭ સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે, જેના માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ રહેશે. આ ઉપરાંત, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને બોટાદમાં હળવા વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરોક્ત આગાહીને ધ્યાનમાં રાખીને, પોર્ટ ઉપર પણ એલસી-૩ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે.
નર્મદા અને કિમના નદીના વધતાં જળસ્તરે વધારી ચિંતા
જરાતમાં ભારે વરસાદને કારણે સુરતની કીમ નદી અને વડોદરાની નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે.જેના કારણએ અનેક ગામડાઓ પ્રભાવિત થયા છે અને રસ્તાનો સંપર્ક તૂટી ગયો છે. વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. ગુજરાતના સુરત અને વડોદરા જિલ્લામાં સતત ભારે વરસાદથી પરિસ્થિતિ વધુ વણસી છે. નર્મદા અને કીમ નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થવાને કારણે પૂરનો ભય છે. વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
સુરત જિલ્લાના ઉમરપાડા અને માંગરોળ તાલુકા સૌથી વધુ પ્રભાવિત થયા છે. છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં 8.5 ઇંચ અને માંગરોળમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે કીમ નદીનું પાણી ભયના નિશાનથી ઉપર ગયું છે. માંગરોળના મોટા બોરસરા ગામના પાદર વિસ્તારમાં નદીનું પાણી ઘૂસી ગયું છે, જેના કારણે ઘણા ગામોનો માર્ગ સંપર્ક કપાઈ ગયો છે. પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકોને અવરજવર અને રોજિંદા કાર્યોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.





















