જાણો હાર્દિકના ભાજપમાં પ્રવેશ અંગે હર્ષ સંઘવીથી લઈને બીજેપી નેતાઓએ શું આપી પ્રતિક્રિયા
હાર્દિક પટેલ 2 જૂનના રોજ ભાજપમાં વિધિવત રીતે જોડાશે. ગાંધીનગર બીજેપીના કાર્યાલય કમલમ ખાતે હજારો સમર્થકો સાથે હાર્દિક પટેલ કેસરિયો ધારણ કરશે. હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે.
Hardik Patel Join BJP: હાર્દિક પટેલ 2 જૂનના રોજ ભાજપમાં વિધિવત રીતે જોડાશે. ગાંધીનગર બીજેપીના કાર્યાલય કમલમ ખાતે હજારો સમર્થકો સાથે હાર્દિક પટેલ કેસરિયો ધારણ કરશે. હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હું પાલનપુરમાં સામાજિક કાર્યક્રમમાં આવ્યો છું. રાજકારણની વાત કરવા નહિ. આમ હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ મામલે ગૃહમંત્રી એ બોલવાનું ટાળ્યું હતું.
તો બજી તરફ હાર્દિકના ભાજપમાં જોડાવા પર ભાજપના અન્ય નેતાઓની પણ પ્રતિક્રિયા આવી રહી છે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, પાર્ટીમાં જે પણ આવે તેનું સ્વાગત છે. આ ઉપરાંત સાંસદ દર્શના જરદોષએ કહ્યું ભાજપમાં જે પણ જોડાય છે તે પાર્ટીની વિચારધારાને લઈને જોડાય છે. જે પણ વ્યક્તિ પાર્ટીમાં આવે છે તે નરેન્દ્ર ભાઈના હાથ મજબૂત કરશે. ધારાસભ્ય ઈશ્વર પરમારે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, જે પણ વ્યક્તિ પાર્ટીમાં આવે તેનું સ્વાગત છે. ભાજપ પાર્ટી એવી છે જે દરેકને આવકારે છે.
જીતુ વાઘાણીએ સ્માઈલ આપી હાર્દિક અંગે જવાબ આપવાનું ટાળ્યું
વડોદરા: હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેની સત્તાવાર જાહેરાત થયા બાદ વિવિધ આગેવાનો આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે આ મામલે જીતુ વાઘાણીને એબીપી અસ્મિતાએ સવાલ પૂછતાં તેઓએ બે હાથ જોડ્યા અને ચાલતા થયા હતા. જ્યારે આજ સવાલ ફરીથી પૂછતાં તેમણે સ્માઈલ આપી હતી. તેમના હાસ્યમાં ક્યાંક જવાબ મળી રહ્યો છે કે આખરે હાર્દિક કોંગ્રેસનું દામન છોડી ભાજપમાં આવવા મજબૂર બન્યા છે. વાઘાણીએ કહ્યું કે, સરકારી કાર્યક્રમમાં આવ્યો છું એટલે પોલિટિકલી વાત નહીં કરું.
અમદાવાદ: હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાને લઈને કડવા પાટીદાર અગ્રણી અને ઉમિયાધામ સિદસરના ચેરમેન જેરામભાઈ વાંસજાળીયાએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી છે. જેરામભાઈ વાંસજાળીયા કહ્યું કે, પાટીદારોને ભાજપમાં સ્થાન મળ્યું તેવું સ્થાન કોંગ્રેસમાં 75 વર્ષમાં નથી મળ્યું. 2022ની ચૂંટણી પહેલા કડવા પાટીદારોના સામાજિક અગ્રણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાજપમાં જે સ્થાન પાટીદારને મળે છે તે કોંગ્રેસમાં મળતું નથી.
હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ સારી બાબત છે. જો કે કોંગ્રેસે પાટીદારોને ક્યારેય સી.એમ પદ આપ્યું નથી. હાર્દિક પટેલના કોંગ્રેસમાં પાટીદારોને અન્યાયના નિવેદન બાદ કડવા પટીદાર અગ્રણી જેરામભાઈએ મોટું નિવેદન આપ્યું છે. કડવા પાટીદાર નેતા જેરામભાઈએ નરેશ પટેલ મામલે પણ મોટું નિવેદન આપ્યું હતું. નરેશ પટેલ એક મોટા અને પીઢ નેતા છે, પોતાની રીતે નિર્ણય કરી શકે છે. નરેશભાઈ જેવા સામાજિક અગ્રણીએ રાજકારણમાં જોડાવું જ જોઈએ.
હાર્દિકના ભાજપમાં જોડાવા અંગેના નિર્ણયને જૂના સાથીઓ ગણાવ્યું આત્મઘાતી પગલું
Hardik Patel Join BJP: આખરે હાર્દિક પટેલ ભાજપનો કેસરિયો ધારણ કરશે. 2 જૂનના રોજ હાર્દિક સીઆર પાટીલ અને સીએમ ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ગાંધીનગર ખાતે કમલમમાં પોતાના પ્રશંસકો સાથે કેસરિયો ધારણ કરશે. હવે હાર્દિકના ભાજપમાં જોડાવા અંગે તેમના જૂના સાથીઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. પાસ અને કોંગ્રેસના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
હાર્દિકના ભાજપમાં જોડાવા અંગે એસપીજી ગૃપના વડા લાલજી પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાટીદાર સમાજના વડા આવા હોય જ ન શકે. પહેલા હાર્દિકે રાજકારણમાં જોડાવાની ના પાડી હતી અને પછી કોંગ્રેસમાં જોડાયા અને હવે જે પાર્ટી સામે આંદોલન કર્યું હતું તે ભાજપમાં જોડા છે. હજી પાટીદાર સમાજના પ્રશ્નો જેમના તેમ જ છે.