શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, એક જ દિવસમાં 2631 નવા કેસ અને 27ના મોત

ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે.

અમદાવાદ શહેરમાં 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 2 હજાર 631 કેસ નોંધાયા અને 27 દર્દીના મૃત્યુ થયા. આ સાથે જ પંદર દિવસમાં કોરોનાના કુલ ૧૯ હજાર ૩૫૯ કેસ નોંધાયા અને કુલ ૧૮૦ લોકોના મૃત્યુ થયા છે. માર્ચ 2020થી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ મળીને ૮૭ હજાર ૭૬૩ કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2 હજાર 480 પર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં પહેલી એપ્રિલ ૨૦૨૧ના રોજ કોરોનાના કુલ ૬૧૩ કેસ નોંધાયા હતા.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર  પહોંચી ગયો છે.   

રાજ્યમાં ગઈકાલે 3023 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 44 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86  ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત  કોર્પોરેશનમાં 25,  રાજકોટ કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન-6, બનાસકાંઠા-2,ગાંધીનગર કોર્પોરેશન 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમદાવાદ 1, આણંદ 1, ભરૂચ 1, ગાંધીનગર 1, જૂનાગઢ 1, સુરત 1 અને વડોદરામાં 1 મોત સાથે કુલ  81 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 5076 પર પહોંચી ગયો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 2631,  સુરત કોર્પોરેશનમાં 1551, રાજકોટ  કોર્પોરેશનમાં 698,  વડોદરા કોર્પોરેશનમાં 348, સુરત 313, મહેસાણા 249,  જામનગર કોર્પોરેશન 188,  ભરુચ-161, વડોદરા 138, જામનગર 121, નવસારી 104, બનાસકાંઠા 103, ભાવનગર કોર્પોરેશન-102,  પંચમહાલ-87, પાટણ 82, કચ્છ 81, દાહોદ 79, અમરેલી 74, સુરેન્દ્રનગર-72, ભાવનગર 68, ગાંધીનગર 68, રાજકોટ 64,   ગાંધીનગર કોર્પોરેશન-61,તાપી 61, મહીસાગર 57, જૂનાગઢ કોર્પોરેશન-54,  જુનાગઢ-53, સાબરકાંઠા  52, ખેડા-49, આણંદ 48, મોરબી 48, વલસાડ 48,  દેવભૂમિ દ્વારકા-46, નર્મદા 42, અમદાવાદ 41, અરવલ્લી 30, ગીર સોમનાથ 24, બોટાદ 17, છોટા ઉદેપુર 16, ડાંગમાં 12 અને પોરબંદરમાં 11 કેસ નોંધાયા હતા. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 86,29,022 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,53,033 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 98,82,055 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

LPG: કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો, જાણો તમારા શહેરમાં સિલિન્ડરનો નવો ભાવ
LPG: કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો, જાણો તમારા શહેરમાં સિલિન્ડરનો નવો ભાવ
New Rules: UPIથી લઈને LPG ગેસની કિંમતો સુધી, જાણો આજથી શું શું બદલાયું? જાણો તમામ સવાલના જવાબ
New Rules: UPIથી લઈને LPG ગેસની કિંમતો સુધી, જાણો આજથી શું શું બદલાયું? જાણો તમામ સવાલના જવાબ
ટ્રમ્પે 10 થી 41 ટકા સુધીના પારસ્પરિક ટેરિફના આદેશ પર કર્યા હસ્તાક્ષર, ભારત સહિત 70થી વધુ દેશોને અસર
ટ્રમ્પે 10 થી 41 ટકા સુધીના પારસ્પરિક ટેરિફના આદેશ પર કર્યા હસ્તાક્ષર, ભારત સહિત 70થી વધુ દેશોને અસર
Monsoon 2025: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકશે, IMDની ભવિષ્યવાણી 
Monsoon 2025: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકશે, IMDની ભવિષ્યવાણી 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : લાંચનું પ્રદૂષણ ક્યારે નિયંત્રણમાં?
Hun To Bolish: હું તો બોલીશ : ખાતરના ભાવ અને સ્ટોકનું સત્ય શું?
Hun To Bolish: હું તો બોલીશ : મધ્યાહન ભોજનના ઉંદર કોણ?
Botad Mobile Blast : ખિસ્સામાં મોબાઇલ રાખતા હોય તો સાવધાન! | બોટાદમાં મોબાઇલ બ્લાસ્ટ થતાં યુવક ઘાયલ
Ambalal Patel Prediction: ઓગસ્ટ મહિનામાં વરસાદ બોલાવશે ભૂક્કા, અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG: કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો, જાણો તમારા શહેરમાં સિલિન્ડરનો નવો ભાવ
LPG: કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો, જાણો તમારા શહેરમાં સિલિન્ડરનો નવો ભાવ
New Rules: UPIથી લઈને LPG ગેસની કિંમતો સુધી, જાણો આજથી શું શું બદલાયું? જાણો તમામ સવાલના જવાબ
New Rules: UPIથી લઈને LPG ગેસની કિંમતો સુધી, જાણો આજથી શું શું બદલાયું? જાણો તમામ સવાલના જવાબ
ટ્રમ્પે 10 થી 41 ટકા સુધીના પારસ્પરિક ટેરિફના આદેશ પર કર્યા હસ્તાક્ષર, ભારત સહિત 70થી વધુ દેશોને અસર
ટ્રમ્પે 10 થી 41 ટકા સુધીના પારસ્પરિક ટેરિફના આદેશ પર કર્યા હસ્તાક્ષર, ભારત સહિત 70થી વધુ દેશોને અસર
Monsoon 2025: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકશે, IMDની ભવિષ્યવાણી 
Monsoon 2025: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકશે, IMDની ભવિષ્યવાણી 
'હાઇવે પર અચાનક બ્રેક મારવી અકસ્માતના કિસ્સામાં બેદરકારી ગણાશે', માર્ગ અકસ્માતો પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
'હાઇવે પર અચાનક બ્રેક મારવી અકસ્માતના કિસ્સામાં બેદરકારી ગણાશે', માર્ગ અકસ્માતો પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
Gujarat Rain: અંબાલાલ પટેલે ઓગસ્ટમાં અનરાધાર વરસાદની આગાહી કરી 
Gujarat Rain: અંબાલાલ પટેલે ઓગસ્ટમાં અનરાધાર વરસાદની આગાહી કરી 
Weather Update: દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું  ‘રેડ એલર્ટ’
Weather Update: દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું  ‘રેડ એલર્ટ’
LIC Bima Sakhi Yojana: મહિલાઓને દર મહિને મળશે 7000 રુપિયા, અહીં જાણો સ્કીમની ડિટેલ્સ
LIC Bima Sakhi Yojana: મહિલાઓને દર મહિને મળશે 7000 રુપિયા, અહીં જાણો સ્કીમની ડિટેલ્સ
Embed widget