શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં રેડ ઝોન પાસે આવેલાં ત્રણ મોટાં બજારો ખોલવાની મળી છૂટ, સામન્ય લોકોને શું થશે ફાયદો ? જાણો વિગત
આ બજારના એસોસિયેશને તેમના એકમો ચાલુ કરવા દેવાની છૂટ આપવાની લેખિત રજૂઆત પખવાડિયા પૂર્વે કરી હતી.
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદનાં ત્રણ મોટાં બજાર માધુપુરા માર્કેટ, ચોખા બજાર અને કઠોળ બજાર મંગળવારથી ચાલુ કરી દેવાની છૂટ આપતાં આ બજારો આજથી ધમધમતાં થઈ જવાની શક્યતા છે. એક ટોચના ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે, માધુપુરાના બંને બજાર કન્ટેઈનમેન્ટ એરિયાથી થોડા દૂર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી દરવાજાની સામેના વિસ્તારમાં આવેલા બજારને પણ ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા અંગેની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાની શરતે જ આ છૂટ આપવામાં આવી છે.
આ અહેવાલ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર વિપુલ મહેતાએ આ જાહેરાત કરતાં કહ્યું કે, કરિયાણોના છૂટક વેપારીઓ પાસે માલનો જથ્થો નથી આ ઉપરાંત જથ્થાબંધ તથા મધ્યમ કક્ષાના વેપારીઓ પાસેથી માલનો સપ્લાય અટકી પડયો હોવાથી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહેતાએ જણાવ્યું હતું કે નવા અને જૂના માધુપુરાની તમામ દુકાનો, કાળુપુર ગ્રેઈન માર્કેટ એટલે કે ચોખા બજાર અને કઠોળ બજાર ચાલુ કરી દેવાની છૂટ આપવામાં આવી છે. તેના કારણે છૂટક અનાજ કરિયાણા અને કઠોળના વેપારીઓ દ્વારા ગ્રાહકો પાસેથી બેફામ પૈસા લેવા પર પણ બ્રેક લાગી જવાની શક્યતા છે. ચોખા બજારને છૂટ મળી છે પણ તેલનું બજાર ચાલુ થશે કે કેમ તે અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી. બીજી તરફ કઠોળ બજારને ખોલવાની છૂટ આપી દેવામાં આવતાં છેલ્લા બે મહિનાથી લગભગ બંધ પડી ગયેલા આ ત્રણેય બજાર મંગળવારથી ધમધમી ઉઠશે.
આ બજારના એસોસિયેશને તેમના એકમો ચાલુ કરવા દેવાની છૂટ આપવાની લેખિત રજૂઆત પખવાડિયા પૂર્વે કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને આ મંજૂરી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion