શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ આજે મહોરમમાં શહેરના કયા રસ્તા રહેશે બંધ, કયા છે વૈકલ્પિક રસ્તા જાણો
અમદાવાદઃ મંગળવારે કતલની રાત મનાવ્યા બાદ આજે મુસ્લીમ સમુદાય દ્વાર જૂલુસ કાઢવામાં આવશે. અમદાવાદતમાં 93 તાજીયા નીકળશે આ ઉપરાંત જૂલુસમાં 25 અખાડા, 14 નિશાના પાર્ટી અને 10 માતમી દસ્તાઓ ભાગ લેશે. આ વખતે તાજીયા4 ફુટથી નાના બનાવામાં આવ્યા છે. તેમજ તાજીયા કાઢનારે પોતાની તાજીયાની વિધિ 1 વાગ્ય સુધીમાં પૂર્ણ કરી દેવાની રહેશે.
ઇમામ હુસેન અન ઇમામ હસેનની યાદમાં મુસ્લીમ સમુદાય દ્વારા તાજીયા જૂલુસ કાઢવામાં આવે છે. તે બે ભાઇઓને તરસે મારી નાખવામાં આવ્યા હોવાથી તાજીયા જૂલુસ દરમિયાન ઠેર ઠેર પાણીની પરબ અને સરબત બનાવી લોકોને પીવડવામાં આવે છે. તાજીયા જૂલુસ સમગ્ર રાજ્યમાં મનાવામાં આવશે. જેમા શિયા મુસ્લીમ સમુદાય દ્વાર ઇમામ ભાઇઓની યાદમાં માતમ મનાવવામાં આવશે.
મહોરમના તહેવાર નિમિત્તે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી તાજીયા નીકળતા હોવાથી શહેર પોલીસ કમિશનરે કેટલાક રસ્તા બંધ તો કેટલાક રસ્તાને નો વ્હિકલ ઝોન જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જાહેરનામા મુજબ તા.12 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી સરળ ટ્રાફિક નિયમન માટે કેટલાક માર્ગો બંધ રહેશે.
કયા માર્ગો પર વાહન વ્યવહાર બંધ રહેશેઃ
- દિલ્હી ચકલાથી મિરઝાપુર કોર્ટ તથા ઘીકાંટા
- રેવડી બજારથી રિલિફ રોડ થઇ વિજળી ઘર
- જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા
- રાયખડથી ખમાસા ચાર રસ્તા
- સારંગપુર સર્કલથી આસ્ટોડિયા દરવાજા અને ખમાસા
- નહેરૂ બ્રીજ તરફથી રૂપાલી સિનેમા
- કામા હોટલ સર્કલથી ખાનપુર દરવાજા
- રખિયાલ ચાર રસ્તાથી સારંગપુર સર્કલ
- વિક્ટોરિયા ગાર્ડન ચાર રસ્તાથી ઇટાલિયન બેકરી
- ખારૂનાળાથી ખાસબજાર
- રાયખડ ચાર રસ્તાથી મધર ટેરેસા
- જશવંત શોપ ફેક્ટરી તરફથી રાજનગર માર્કેટ
- મ્યુનિ. કોઠાથી દાણાપીઠ ચાર રસ્તા
- ખમાસા ચોકી તરફથી પારસી અઘિયારી
- જીલ્લા પંચાયત તરફથી ભદ્ર
- વિજળીઘરથી ભદ્ર મંદિર સુધી
- પાનકોરનાકાથી ભદ્ર મંદિર સુધી
- સાબરમતી નદીના પુર્વ છેડે નહેરુબ્રીજ તથા એલિસબ્રીજ નીચે તાજીયા ઠંડા થવા માટે આવતા હોવાથી પીકનીક હાઉસ રિવરફ્રન્ટ રોડથી સરદારબ્રીજ તથા સરદારબ્રીજ નીચેથી શાહીબાગ પીકનીક હાઉસ તરફનો રોડ નો વ્હીકલ ઝોન રહેશે
વૈકલ્પિક માર્ગઃ
- આશ્રમ રોડ થઇ પાલડી ચાર રસ્તાથી જમાલપુર ઓવરબ્રીજ થઇ એસટી બસસ્ટોપ અવર જવર કરી શકાશે
- નરોડા પાટીયાઠી મેમકો- બાપુનગલ થઇ અજીત મીલથી હાટકેશ્વર સર્કલથી ખોખરા સર્કલ અનુપમ સર્કલ, ખોખરા બ્રીજ, કાંકરિયા, ભુલાભાઇ ચાર રસ્તાથી એસટી તરફ અવર જવર કરાશે
- દિલ્હી દરવાજા પ્રેમદરવાજા થઇ ચોખાબજાર થઇ કાલુપુર સ્ટેશન તરફ આવ જા કરી શકાશે અને નરોડા તરફથી કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ અવર-જવર કરવા માટે અમદુપુરા પોલીસ ચોકી થઇ કાલુપુર રેલ્વે ઓવરબ્રીજ થઇ સરળતાથી આવર-જવર કરી શકાશે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement